ઈરાન પરમાણુ કાર્યક્રમ અંગે USના વલણથી ફ્રાંસ નારાજ, મેક્રોને કરી ટ્રમ્પ સાથે વાત

પેરિસ- ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોને તેમના મિત્ર અને સહયોગી દેશ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સાથે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે, તેઓ અમેરિકાના ઈરાન પરમાણુ કાર્યક્રમથી હતી જવાના નિર્ણય બાદ મધ્ય-પૂર્વમાં થયેલા તણાવને લઈને ચિંતિત છે. ફાંસના પ્રેસિડેન્ટ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, બન્ને નેતાઓએ આ અંગે વાતચીત કરી હતી અને ફ્રાંસના પ્રેસિડેન્ટે મધ્ય-પૂર્વમાં સ્થાયિત્વને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોને ઈરાનની પરમાણુ ગતિવિધિ પર રોક લગાવવા વર્ષ 2015માં કરવામાં આવેલા વૈશ્વિક કરારથી હટી જવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અંગે આશ્ચર્ય સાથે વિરોધ પણ પણ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, અમેરિકાના ઈરાન પરમાણુ કાર્યક્રમથી હટી જવાની જાહેરાત બાદ હાલના દિવસોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે.

આ સિવાય એમેન્યુઅલ મેક્રોન અને ડોનાલ્ડ ટ્રમ્પે પરસ્પર વ્યાપારના મુદ્દે પણ ચર્ચા કરી હતી. યૂરોપિયન સરકાર ઈરાન સાથેના અબજો ડોલરના વ્યાપારને બચાવવા સંઘર્ષ કરી રહી છે, જે વર્ષ 2015ના કરાર અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ સિવાય ફ્રાંસ અને યૂરોપિય સંઘ ટ્રમ્પ પ્રશાસન દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફમાં લગાવવામાં આવેલી ડ્યૂટી પર છૂટ મેળવવા પણ વોશિંગ્ટન પર દબાણ બનાવી રહ્યાં છે.