થેરેસા મે રાજીનામું આપે પછી PM બનવા બોરિસ જોન્સને રજૂ કર્યો દાવો

લંડન- બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના સૌથી વધુ ટીકા કરનારા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જૉન્સનને વડાપ્રધાન માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી છે કે બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મે પદ છોડશે ત્યાર બાદ તેઓ દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરશે.


અત્રે નોંધનીય છે કે પીએમ થેરેસા મે બ્રેક્ઝિટ બાદ શરતો સાથેના વિધેયક પર સંસદમાં ચર્ચા કર્યા બાદ રાજીનામું આપવા તૈયાર થઈ ગયાં છે, અને તેઓ જૂન મહિનામાં રાજીનામું આપી શકે છે.મૈન્ચેસ્ટરમાં એક બિઝનેસ સમિટમાં વાત કરતાં બોરિસ જૉન્સને કહ્યું હતું કે નિશ્ચિત રીતે હું નેતૃત્વ કરવા માટે જવા માગું છું. જ્યારે તેમને ભવિષ્યમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર માટે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે અને જીતશે તે દેશના વડાપ્રધાન બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટન હાલના સમયમાં બીજી વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટા રાજનૈતિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.કન્ઝર્વટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા ગ્રાહમ બ્રૈડીએ આ રાજકીય સંકટ માટે કહ્યું છે કે ત્રણ વાર બ્રેક્ઝિટની દરખાસ્ત સંસદમાં અસ્વીકાર થયાં પછી જૂનમાં અંતિમવાર આ દરખાસ્તને સંસદમાં કાયદો બનાવનારી કમિટીની સામે લાવશે અને તે પછી વડાંપ્રધાન થેરેસા મે નવા નેતૃત્વ માટે ચૂંટણી પ્રક્રિયા અને તેના માટે ટાઈમટેબલ બનાવવા તૈયાર છે.લંડનના પૂર્વ મેયર જૉન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વને પોતાના હાથમાં લેવા માંગે છે. તેઓ પીએમ થેરેસા મેના બ્રેક્ઝિટ નીતિની કટ્ટર ટીકાકાર રહ્યાં છે. જો કે તેમણે જ્યારે ત્રીજી વખત સંસદમાં બ્રેક્ઝિટની દરખાસ્ત મૂકી ત્યારે થેરેસા મેના ટેકામાં મત આપ્યો ન હતો.જૉન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે રહેલાં નેતા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. પણ તેમને પોતાની જ પાર્ટીના કાયદા બનાવનાર સાંસદોનો ખૂબ મોટો વિરોધ સહન કરવો પડ્યો હતો.