મેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ

0
908

ઈસ્લામાબાદ- લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નવા વડા નિયુક્ત કરવામાં આવ્યા છે. ISIના વર્તમાન પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ નવીદ મુખ્તારના સોમવારે સેવાનિવૃત્ત થયા બાદ અસીમ મુનીરને નવી જવાબદારી સોંપવામાં આવી છે.પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાની અધ્યક્ષતા વાળા આર્મી પ્રમોશન બોર્ડે સોમવારે સેવાનિવૃત્ત થયેલા પાંચ જનરલને બદલે 6 જનરલને પ્રમોશન આપવા અંગે મંજૂરી આપી હતી.

ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના જણાવ્યા મુજબ પ્રમોશન મેળવનારામાં મેજર જનરલ નદીમ જકી મંજ, વાઈસ ચીફ ઓફ જનરલ સ્ટાફ મેજર જનરલ અબ્દુલ અઝીઝ, મિલિટરી ઈન્ટેલિજન્સના મહાનિર્દેશક મેજર જનરલ અસીમ મુનિર, મેજર જનરલ સૈયદ મુહમ્મદ અદનાન અને ફ્રંટિયર કોરના મહાનિરીક્ષક મેજર જનરલ વસિમ અશરફનો સમાવેશ થાય છે.

પ્રમોશન બાદ મેજર જનરલ અસીમ મુનીરને ISIના નવા પ્રમુખ બનાવવાની ચર્ચા તેજ થઈ હતી. પાકિસ્તાની અખબારના જણાવ્યા મુજબ તે અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. અને અસીમ મુનીરને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નવા વડા નિયુક્ત કરવામાં આવ્યા છે.