મૃત્યુ પામેલી અમેરિકન પત્રકારના પરિવારને 2144 કરોડ ચૂકવવા સીરિયાને આદેશ

વોશિંગ્ટનઃ વોશિંગ્ટનના એક ન્યાયાધીશે પત્રકાર મેરી કોલ્વિનના 2012માં થયેલા મૃત્યુને લઈને સરકારને તેમના પરિવારને 30.2 કરોડ ડોલર વળતર ચૂકવવા આદેશ કર્યો છે. અમેરિક ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ એમી બર્મન જેક્સને પોતાના નિર્ણયમાં કહ્યું કે સીરિયાઈ સેનાએ હોમ્સ શહેરમાં તે અસ્થાયી મીડિયા કેન્દ્રને જાણીજોઈને નિશાને લીધું કે જ્યાં કોલ્વિન અને અન્ય પત્રકાર કામ કરી રહ્યાં હતાં.

મીડિયા કેન્દ્ર પર સતત હુમલાઓને લઈને 22 ફેબ્રુઆરી 2012ના રોજ કોલ્વિન અને ફ્રાંસીસી પત્રકાર રેમી ઓચલિકનું મૃત્યુ થયું હતું. બ્રિટિશ સમાચારપત્ર માટે દુનિયાભરમાં સંઘર્ષોને કવર કરનારી કોલ્વિનની ઓળખ ડાબી આંખ પર બાંધવામાં આવનારી પટ્ટી હતી. તેમને 2001માં શ્રીલંકામાં એક ગ્રેનેડ હુમલાના કારણે આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું.

વર્ષ 2018માં આવેલી ફિલ્મ “અ પ્રાઈવેટ વોર” તેમની જિંદગી પર આધારિત હતી. કોલ્વિનના પરિવારના વકીલોએ દલીલ કરી કે આ મૃત્યુ કોઈ દુર્ઘટના નહોતી. તેમને વિદેશોમાં સીરિયાઈ સરકારની સંપત્તિઓને જપ્ત કરીને 30.2 કરોડ ડોલરની ધનરાશિ એકત્ર કરવાની આશા છે.