જમાલ ખશોગી કેસ: સાઉદી રાજદૂતની કારમાં મળ્યા કપડા અને લેપટોપ

અંકારા- પત્રકાર જમાલ ખશોગીના મૃતદેહના ટૂકડાં ઇસ્તાંબુલ સ્થિત સાઉદી રાજદૂતના ઘરના બગીચામાંથી મળી આવ્યા છે. ખશોગીની 2 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટમાં હત્યા કરવામાં આવી હતી. તુર્કી પ્રેસિડન્ટે આ અંગે દાવો કર્યો છે કે, સાઉદીના લોકોએ ખશોગીની હત્યાનું કાવતરું 28 સપ્ટેમ્બરના રોજ ઘડ્યું હતું. ખશોગીનું મોત એ રાજકીય હત્યા છે.પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કેસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખાશોગીના હત્યા એક યોજના હેઠળ કરવામાં આવી હતી. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન અધિકારીઓની એક ટીમ સાઉદી અરેબિયામાં છે અને બીજી ટીમ તુર્કીમાં છે. બંને ટીમ હત્યાના સંદર્ભમાં માહિતી એક્ત્ર કરી રહી છે.

જોકે, ટ્રમ્પે આ હત્યાના કારણે સાઉદી સાથે કરવામાં આવેલા 110 અબજ ડોલરનો શસ્ત્ર કરાર રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, ‘હું એવા રોકાણોને ગુમાવવા માગતો નથી જે આપણા દેશમાં આવી રહ્યાં છે’.

આ દરમિયાન તુર્કીના પ્રમુખ તૈયપ એર્દોગને જણાવ્યું છે કે, જમાલ ખાશોગીની હત્યા એક કાવતરા હેઠળ કરવામાં આવી હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. તેમની હત્યા ખૂબ જ ઘાતકી રીતે કરવામાં આવી હતી. તેમણે સાઉદી અરેબિયા સરકારને અપીલ કરી છે કે, પકડાયેલા 18 શંકાસ્પદોની વિરુદ્ધ ઇસ્તંબુલ કોર્ટમાં સુનાવણીની પરવાનગી આપવામાં આવે.