ચંદ્રયાન-2 અભિયાનમાં 13 પેલોડ સાથે 1 નાસા પેલોડ પણ શામેલઃ ઈસરો

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરે કહ્યું છે કે જુલાઈમાં મોકલવામાં આવનારા ભારતના ચંદ્રયાન 2માં 13 પેલોડ હશે અને નાસાનું પણ એક ઉપકરણ હશે.

ઈસરોએ ચંદ્ર મિશન મામલે જાણકારી આપતા કહ્યું કે 13 ભારતીય પેલોડ (ઓર્બિટર પર 8, લેન્ડર પર ત્રણ અને રોવર પર બે પેલોડ તથા નાસા તેમજ એક પેસિવ એક્સપેરીમેન્ટ હશે.

જો કે ઈસરોએ નાસાના આ ઉપકરણના ઉદ્દેશ્યને સ્પષ્ટ નથી કર્યા. આ અંતરિક્ષ યાનનું વજન 3.8 ટન છે. યાનમાં 3 મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર અને રોવર છે.

અંતરિક્ષ એજન્સીએ આ મહિનાના પ્રારંભમાં કહ્યું હતું કે 9 થી 16 જુલાઈ 2019 દરમિયાન ચંદ્રયાન-2 મોકલવા માટે તમામ મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-2 સપ્ટેમ્બર 6 ના રોજ ચંદ્ર પર ઉતરે તેવી શક્યતાઓ છે. ઓર્બિટર ચંદ્રમાની સપાટીથી 100 કિલોમીટરની દૂરી પર તેનું ચક્કર લગાવશે, જ્યારે લેન્ડર ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સરળતાથી ઉતરશે અને રોવર પોતાની જગ્યાએ પ્રયોગ કરશે.

ઈસરો અનુસાર આ અભિયાનમાં જીએસએલવી માર્ક 3 પ્રક્ષેપણ યાનનો ઉપયોગ કરવામાં આવશે. ઈસરોએ કહ્યું કે રોવર ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટર પર પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. ઈસરોના અધ્યક્ષ કે. સિવને જાન્યુઆરીમાં કહ્યું હતું કે અમે ચંદ્રમા પર તે જગ્યા પર ઉતરવા જઈ રહ્યા છે જ્યાં કોઈ નથી પહોંચ્યું. અર્થાત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર.