નાદિયા મુરાદ છે નોબેલ પુરસ્કાર વિજેતા, આપવીતી એવી જે કાળજું કંપાવે…

નવી દિલ્હી- ઉત્તર ઇરાકમાં પોતાનું બાળપણ ગુજારનારી આ છોકરી આજે 25 વર્ષની છે. ત્યારે એમના મગજમાં, તેમની પાસે અત્યાર સુધીમાં વિતાવેલા 8,125 દિવસોની સારી ખરાબ યાદો હોવી જોઈએ, પરંતુ તેમને યાદ છે તો ફક્ત એ ભયાનક ત્રણ મહિના, જે તેમણે ઈસ્લામિક સ્ટેટના ચરમપંથીઓની કેદમાં ગાળ્યા હતાં. તે 90 દિવસના ત્રાસની યાદ કરીને કંપી ઉઠે છે, અને વિશ્વને અપીલ કરે છે કે તેના જેવી અન્ય છોકરીઓ પર આ રીતે બેકાળજી ન રાખે.

આપણે વાત કરી રહ્યાં છીએ નાદિયા મુરાદ વિશે.જેમને તાજેતરમાં નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. તેમને આ એવોર્ડ સંયુક્ત રીતે કોંગોના એક સ્ત્રી રોગ નિષ્ણાંત ડેનિસ મુકવેગે સાથે આપવામાં આવ્યો હતો. યુદ્ધો અથવા સશસ્ત્ર ઝુંબેશ દરમિયાન જાતીય હિંસાને હથિયારની જેમ ઉપયોગ કરવાનો સખ્ત વિરોધ કરનારી નાદિયા યજિદી સમુદાયની છે. જે વિશ્વનાં સૌથી જૂના ધર્મમાંથી એક માનવામાં આવે છે.

ઉત્તર ઇરાકમાં સીરિયન સરહદ નજીક શિન્જા વિસ્તારમાં આવેલા કોચુ ગામમાં તેના છ ભાઈઓ અને સંપૂર્ણ પરિવાર સાથે રહેતી નાદિયા મુરાદ, બળાત્કાર સામે જાગરૂકતા ફેલાવવા માટે કામ કર્યું છે, પરંતુ તે પહેલાં, તેણી ત્રણ- મહિના સુધી સતત બળાત્કારનો ભોગ બની હતી. નાદિયાએ ફરિયાદ કરી છે કે તે તેલનો ખજાનો અથવા હથિયારોની ખેપ ન હતી, જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયે તેમને ઉગ્રવાદીઓના પકડમાંથી મુક્તિ આપવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.

આઇએસ લડવૈયાઓ ઓગસ્ટ 2014માં નાદિયાના ગામમાં પ્રવેશ્યા અને પુરુષો અને વૃદ્ધ સ્ત્રીઓને મોતેને ઘાટ ઉતાર્યા બાદ નાદિયા અને તેના જેવી અનેક છોકરીઓને બાનમાં રાખવામાં આવી હતી.. તેઓને મોસુલ લઈ જવામાં આવી હતી. આ સ્થિતિમાંથી પસાર થયાં બાદ નાદિયાને એ પણ યાદ નથી કે, એ ગાજારા ત્રણ મહિના દરમિયાન તેમની સાથે કેટલા લોકોએ કેટલી વખત બળાત્કાર ગુજાર્યો હતો.

ત્રાસવાદીઓના પકડમાંથી છુટકારો મેળવવા પછી, એક તરફ તક મેળવવા પછી, ત્રણ મહિના પછી નરક કરતા ખરાબ પરિસ્થિતિમાં વિતાવ્યા બાદ અંતે એક દિવસ નાદિયા ત્રાસવાદીઓની પકડમાંથી છૂટકારો મેળવવામાં સફળ રહી હતી. ત્યાર બાદ તેમણે મોસુલની શેરીઓમાં એક મુસ્લિમ પરિવારની મદદ માંગ હતી. આ પરિવારે  નાદિયાની મદદ કરી અને તેમને ઇરાકના સ્વાયત્ત પ્રદેશ કુર્દીસ્તાન સુધી પહોંચાડી હતી. અહીં શરણાર્થીઓની છાવણીમાં રહ્યાં બાદ ત્યાંથી બહાર નીકળવાનો સતત પ્રયાસો કરતી રહી. દરમિયાન, જર્મન સરકારની પહેલમાં, તે અન્ય લોકો સાથે જર્મની પહોંચવા સફળ રહી.

આ પછી, તેમણે આઇએસ સામેના તેમના સ્તર પર જેહાદને વેગ આપ્યો અને તેમની કેદમાં રહેલી સ્ત્રીઓ અને બાળકોના માનવ અધિકારો માટેના દરેક પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવ્યો. અલબત્ત, નાદિયાએ એક ભયંકર સમયગાળો જોયો હતો, પરંતુ તેના જીવનને ભ્રમિત કર્યા વિના, તે દિવસ રાત એ મહિલાઓ માટે કામ કરતી રહી છે જે હજુ પણ જાતીય ગુલામીના નરકમાં જીવી રહી છે.

“ધ લાસ્ટ ગર્લ: માય સ્ટોરી ઓફ કેપ્ટીવીટી એન્ડ માય ફાઇટ અગેઇન્સ્ટ ઇસ્લામિક સ્ટેટ” માં, નાદિયાએ તેમના પર થયેલા અપરાધોનો ઉલ્લેખ કર્યો છે.

નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે, નાદિયાએ ફરિયાદ કરી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તેમને અને તેમના જેવી અન્ય છોકરીઓને જેહાદીઓની કેદમાંથી મુક્ત કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. તેમણે કહ્યું છે કે, તેનું અસ્તિત્વ તેલ અને હથિયારો જેવા વ્યાપારી હિતો કરતાં ઓછું છે. નાદિયા આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રતિભાવવિહીન વલણ સામે ઝુંબેશ માંગે છે જેથી આ વિશ્વમાં જીવવા માટે એક સારી જગ્યા બની શકે.