ઈરાનની એક મહિલા વકીલને 38 વર્ષની જેલ અને 150 કોરડાની સજા, આ છે કારણ…

0
998

તહેરાનઃ ઈરાનની જાણીતી મહિલા વકીલને સાત અલગ-અલગ મામલાઓમાં 33 વર્ષની જેલ અને 148 કોરડા ફટકારવાની સજા મળી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત માનવાધિકાર વકીલ નસરીન સોતેદેહને આ સજા સંભળાવવામાં આવી છે. નસરીન પહેલા જ એક મામલે 5 વર્ષની સજા કાપી રહી છે. ત્યારે હવે આ મહિલા વકીલની સજા કુલ 38 વર્ષની થઈ ગઈ છે. નસરીનને આ સજા ઈરાનમાં વિપક્ષી કાર્યકર્તાઓનો કેસ લડવાના આરોપમાં મળી છે.

આ પહેલા 55 વર્ષીય નસરીને ઈસ્લામિક રિપબ્લિક દ્વારા મહિલાઓ માટે બુરખો અનિવાર્ય કરવામાં આવ્યો તેનો વિરોધ કરનારી મહિલાઓનો કેસ લડ્યો હતો. આ મહિલાઓ માથુ ઢાંક્યા વગર પોતાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. નસરીનના વકીલે કહ્યું કે તેમના ક્લાયન્ટને ગત વર્ષે જૂનમાં પકડવામાં આવ્યા હતા. નસરીન પર જાસૂસી, દુષ્પ્રચાર કરવાનો અને ઈરાનના શીર્ષ નેતૃત્વનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા વર્ષ 2010માં નસરીનને દુષ્પ્રચાર કરવા અને દેશની સુરક્ષાને સંકટમાં નાંખવાના આરોપમાં જેલની સજા આપવામાં આવી હતી.

નસરીનના પતિ રેજા ખાનદને ફેસબુકે લખ્યું કે જેલની સજા અને 148 કોરડાની સજા ખૂબ કડક છે. તેમણે લખ્યું કે નવી સજાને મિલાવીને અલગ-અલગ મામલાઓમાં 38 વર્ષની સજા મળી ચૂકી છે.

આ પહેલા નસરીનને વર્ષ 2009 માં વ્યાપક પ્રદર્શન કરનારા લોકોનો કેસ લડ્યા બાદ ત્રણ વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા. પ્રદર્શનકારી અતિ કટ્ટરપંથી રાષ્ટ્રપતિ મહોમ્મદ અહમદીનેજાદના ફરીથી નિર્વાચિત થવાનો વિરોધ કરી રહ્યા હતા. ઈરાનમાં માનવાધિકાર પર સંયુક્ત રાષ્ટ્રના તપાસકર્તા જાવિદ રહમાને જેનેવામાં નસરીનનો મામલો ઉઠાવ્યો. રહમાને ધરપકડ, સજા, અનુચિત વ્યવહારની ખોટી પદ્ધતી પર ચિંતા વ્યક્ત કરી હતી. નસરીનને ઘણા મોટા-મોટા મામલાઓની પૈરવી કરવાના કારણે યૂરોપીય સંસદ વર્ષ 2012 માં સખારોવ માનવાધિકાર પુરસ્કારથી સન્માનિત કરી ચૂક્યા છે.