ચીનને 17 વર્ષમાં લાગ્યો સૌથી મોટો ઝટકો, લોકો થઈ રહ્યા છે બેરોજગાર

0
691

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીને ફરી એકવાર ફરીથી વચ્ચે આડા આવીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે. ત્યારે આ ઘટના બાદ ચીની સામાનોના બહિષ્કાર માટે અપીલ શરુ થઈ છે. સોશિયલ મીડિયા પર #BoycottChineseProducts અને #BoycottChina જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. પરંતુ ચીનની મુશ્કેલીઓ ઘરેલૂ સ્તર પર સતત વધી રહી છે. આ વર્ષે પહેલા બે મહીનામાં ચીનની આર્થિક સ્થિતી 17 વર્ષમાં સૌથી વધારે કમજોર બની ગઈ છે.

ચીનના સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2019 પહેલા બે મહીનામાં ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટ નીચે આવી ગયો છે અને તે 17 વર્ષના સૌથી વધારે નીચલા સ્તર પર આવી ગયો છે. બેરોજગારી દર ડિસેમ્બરના 4.9 ટકાના મુકાબલે ફેબ્રુઆરીમાં વધીને 5.3 ટકા થઈ ગયો છે. અર્થશાસ્ત્રિઓનું માનવું છે કે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર ચીનની અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આ સીવાય શરુઆતી બે મહિનામાં રજાઓ પણ હતી. એટલે દેશમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધીઓ ધીમી થઈ ગઈ છે.

ચીનની સરકાર અર્થવ્યવસ્થાને લઈને સતત પગલા ભરી રહી છે. ગત કેટલાક દિવસોમાં ટેક્સમાં કપાત કરવામાં આવી છે. તો વ્યાજદરો ઘટાડીને સિસ્ટમમાં લિક્વિડિટી પણ વધારવામાં આવી છે. ચીનમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ગત મહિને એક વર્ષના નીચલા સ્તર પર આવી ગયો છે.

સીપીઆઈ રીટેઈલ ઈન્ફ્લેશનનો મુખ્ય સંકેતક હોય છે. ફેબ્રુઆરી મહીનામાં ચીનનો સીપીઆઈ માત્ર 1.5 ટકાના દરથી વધ્યો કે જે જાન્યુઆરીમાં 1.7 ટકા હતો. આ સતત ચોથો મહીનો છે કે જ્યારે સીપીઆઈના વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે. આ જાન્યુઆરી 2018 બાદનું નીચલુ સ્તર પણ છે.

ચીનનો જીડીપી વિકાસ દર ગત વર્ષ 2018માં 6.6 ટકા પર આવી ગયો હતો જે ગત 28 વર્ષનું સૌથી નીચલુ સ્તર છે. સરકારે આ વર્ષ માટે જીડીપી વિકાસ દર 6 થી 6.50 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.