ભારતીય મૂળની અને બ્રિટનની નેતા પ્રીતિ પટેલે આપ્યું રાજીનામું

0
1212

લંડન- લંડનમાં પ્રગતિશીલ રાજનીતિનો સ્ટાર મનાતી ભારતીય મુળની પ્રીતિ પટેલે વિવાદોમાં ફસાયા બાદ રાજીનામું આપવું પડ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત બાદ પ્રીતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ગત ઓગષ્ટ માસમાં કન્ઝર્વેટિવ પાર્ટીની નેતા પ્રીતિ પટેલે પોતાના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન ત્યાંના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને તે સમયે આ મુલાકાતને રાજનૈતિક પ્રોટોકોલનું ઉલ્લંઘન પણ માનવામાં આવ્યો હતો. આ મામલે લંડનના વડાપ્રધાન ટેરીઝા મે દ્વારા પ્રીતિ પટેલ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી.

બ્રિટિશ વડાપ્રધાનના કાર્યાલય દ્વારા પ્રીતિ પટેલના રાજીનામાની જાણકારી આપવામાં આવી છે. પ્રીતિ પટેલે પોતાના રાજીનામાં વખતે જણાવ્યું કે મારી ઈઝરાયલના વડાપ્રધાન સાથેની મુલાકાત ઉચ્ચ ધોરણો અનુસાર નહોતી થઈ. મુલાકાત કરવાનું કારણ મારી કોઈપણ પ્રકારની ખોટી મહત્વકાંક્ષા હતી જ નહી. હું હંમેશા પારદર્શિતા સાથે કામ કરતી આવી છું. એ વાત સાચી છે કે ઈઝરાયલના પીએમ સાથેની મારી મુલાકાત પારદર્શિતા વાળી નહોતી અને એટલા માટે જ હું મારા પદ પરથી રાજીનામું આપું છું.