ભારત 2022માં G20 શિખર સંમેલનનું આયોજન કરશે: વડા પ્રધાન મોદીની જાહેરાત

બુએનોસ આઈરેસ (આર્જેન્ટિના) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 2022ની સાલમાં ભારત ગ્રુપ-20 (G20) દેશોનાં વડાઓનાં વાર્ષિક શિખર સંમેલનનું યજમાનપદ ભોગવશે.

આર્જેન્ટિનાનાં બુએનોસ આઈરેસ શહેરમાં આયોજિત જી-20 શિખર સંમેલનમાં શનિવારે મોદીએ જણાવ્યું હતું કે 2022નું વર્ષ ભારતનું આઝાદીનું 75મું વર્ષ હશે અને એ રીતે વિશેષ વર્ષ હશે એટલે એ વર્ષમાં ભારતને G20 સમિટના આયોજન મારફત વિશ્વને આમંત્રિત કરવાનું ગમશે.

મોદીએ એમ પણ કહ્યું કે એમણે ઈટાલીને વિનંતી કરી હતી કે તમે 2022ની સાલને બદલે 2021માં G20 સંમેલન યોજો તો અમે 2022માં આયોજન કરીએ. ઈટાલીએ મારી વિનંતીનો સ્વીકાર કર્યો છે, અન્ય દેશોએ પણ એનો સ્વીકાર કર્યો છે.

આમ, વડા પ્રધાન મોદીએ વિશ્વના ટોચના 20 સમૃદ્ધ દેશોને 2022ની સાલમાં એમના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવાનું અત્યારથી જ આમંત્રણ આપી દીધું છે.

દરમિયાન, દક્ષિણ આફ્રિકાના પ્રમુંખ સીરિલ રામફોસાએ આવતા વર્ષની 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ અને પરેડ કાર્યક્રમ દરમિયાન વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાના ભારતે આપેલા આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

httpss://twitter.com/narendramodi/status/1068933792247746561