આ વાતમાં તો ભારત ચીનને આઠ વર્ષમાં જ પછાડશે, યુએનનો આવ્યો રીપોર્ટ

0
1075

નવી દિલ્હી– ભારત આગામી 8 વર્ષ એટલે કે, 2027 સુધીમાં ચીનને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા (વસ્તી) ધરાવતો દેશ બની જશે. સંયૂક્ત રાષ્ટ્ર (યુએન)ની ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસપેક્ટસ 2019 રિપોર્ટ મુજબ ભારતમાં 2019થી 2050 સુધીમાં 27.30 કરોડ લોકો વધી જશે. વર્તમાનમાં ભારતની વસ્તી 137 કરોડ છે. તો ચીનની જનસંખ્યા 143 કરોડ છે. ચીનમાં વિશ્વની 19 અને ભારતમાં 18 ટકા આબાદી રહે છે. 32.90 કરોડની જનસંખ્યા સાથે અમેરિકા ત્રીજા અને 27.10 કરોડ સાથે ઈન્ડોનેશિયા ચોથા નંબર પર છે. 2050 સુધીમાં સમગ્ર વિશ્વની જનસંખ્યામાં 200 કરોડનો વધારો થશે અને કુલ વસ્તી વધીને 970 કરોડ થઈ જશે.

સંયૂક્ત રાષ્ટ્ર (યૂએન)ની ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ મુજબ જનસંખ્યા સાથે જ લોકોની ઉંમર પણ વધી રહી છે. 2050 સુધીમાં દર 6માંથી 1 વ્યક્તિ 65 વર્ષની ઉપરની ઉંમરનો હશે. એટલે કે, વિશ્વની 16 ટકા વસ્તી વૃદ્ધોની હશે. હાલ 2019માં આ 11 ટકા છે. એટલે કે, દર 9માંથી 1 વ્યક્તિ વૃદ્ધ છે. યૂએનના રિપોર્ટનું માનીએ તો, આ સદીના અંત સુધીમાં ભારતની વસ્તી 150 કરોડે પહોંચશે. જ્યારે વસ્તીનિયંત્રણના કાયદાને કારણે ચીનની વસ્તી 110 કરોડ પર અટકી જશે. 73.30 કરોડ સાથે નાઈઝીરિયા ત્રીજા 43.40 કરોડ સાથે અમેરિકા ચોથા અ 40.30 કરોડની વસ્તી સાથે પાકિસ્તાન પાંચમાં નંબર પર હશે. આ સદીના અંત સુધીમાં સમગ્ર વિશ્વની જનસંખ્યા 1100 કરોડ પર પહોંચી જશે.

સૌથી વધુ જનસંખ્યા વધારવામાં આ 9 દેશોનો ફાળો, લીડર છે ભારત

સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ની ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રાસપેક્ટ્સ 2019 રિપોર્ટ મુજબ 2050 સુધી સમગ્ર વિશ્વની જનસંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ આ 9 દેશોને કારણે થશે. ભારત,નાઈઝીરિયા, પાકિસ્તાન, કોન્ગો, ઈથોપિયા, તંજાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ર અને અમેરિકા. ભારત 2027 સુધીમાં ચીનને પાછળ રાખીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

ભારત અને નાઈઝીરિયામાં હશે વિશ્વના 23 ટકા લોકો

સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ના રિપોર્ટ અનુસાર 2019થી 2050 ની વચ્ચે ભારતમાં 27.30 કરોડ લોકોનો વધારો થશે. આ દરમિયાન નાઈઝીરિયામાં 20 કરોડ લોકો વધી જશે. 2050 સુધી બંન્ને દેશોમાં સમગ્ર વિશ્વના 23 ટકા લોકો રહેશે.

વિશ્વની 40 ટકા જનસંખ્યા એ દેશોમાં જ્યાં મહિલાઓ સમગ્ર જીવનમાં ચાર બાળકો પેદા કરે છે

સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ અનુસાર વિશ્વની 40 ટકા વસ્તી એ દેશોમાં હશે જ્યાં મહિલાઓ તેમના જીવનકાળ દરમિયાન ચાર બાળકોને જન્મ આપે છે. આ દેશોમાં ભારત,ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, મેક્સિકો, ફિલિપાઈન્સ, અને મિસ્રનો સમાવેશ થાય છે. 1990માં વિશ્વનો ફર્ટીલિટી દર 3.2 હતો જે 2019માં ઘટીને 2.5 થઈ ગયો તે આગામી 2050 સુધીમાં ઘટીને 2.2 થઈ જશે.