ભારત-પાક સંબંધોને લઇ યુએનની બેઠક પર નજર…

0
579

નવી દિલ્હી– ભારતીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને પાકિસ્તાનની નવી સરકારના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશી વચ્ચે આગામી માસમાં અમેરિકામાં બેઠક થવાની શક્યતા જોવાઈ રહી છે. યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીની વાર્ષ્ક બેઠક દરમિયાન આ બેઠક યોજાઈ શકે છે.ઇમરાન ખાન પાકિસ્તાનના પીએમ બન્યાં પછી પ્રથમવાર બંને દેશ વચ્ચે પ્રધાનસ્તરની આ પહેલી મુલાકાતની દ્રષ્ટિએ આ બેઠકને જોવામાં આવી રહી છે. જોકે તે માટે હજુ સુધી ફાઈનલ લેવલ પર કશું નક્કર કામ જોવા મળ્યું નછી.

ભારત તરફથી પણ આધિકારિક નિવેદન કરવામાં આવ્યું નથી. યુનાઈટેડ નેશનની 73મી વાર્ષિક સભા 18 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાવાની છે. પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન  આ વાર્ષિક બેઠકમાં  ભાગ નહીં લે તેવી પણ વાત છે. ખર્ચામાં કાપ મૂકવા માટે થઈને આ પ્રકારની વાત થઈ રહી છે. જોકે પાકિસ્તાનના રાજનીતિજ્ઞોનું માનવું છે કે ઈમરાનખાને આ બેઠકમાં હાજર રહેવું જોઇએ. જો તેઓ હાજર રહે તો ભારત પાકિસ્તાનના વિદેશપ્રધાન વચ્ચે થનાર બેઠક પર વ્યાપક પ્રભાવ પડશે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું.