બાર અબજ ડોલરની લોન નહીં મળે તો બરબાદ થઈ જશે પાકિસ્તાન!

0
928

ઈસ્લામાબાદ- પાકિસ્તાન હાલમાં ગંભીર અર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. અને જો તેને છ સપ્તાહમાં 12 અબજ ડોલરની લોન નહીં મળે તો દેશની આર્થિક સ્થિતિ સંભાળવી વધુ મુશ્કેલ થઈ જશે. આ વાતનો સ્વીકાર ખુદ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન ઈમરાન ખાનની કેબિનેટમાં નાણાંપ્રધાનના પદના દાવેદાર અસદ ઉમરે જણાવી છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારે પાકિસ્તાનને ગંભીર આર્થિક કટોકટીમાં લાવીને છોડી દીધો છે.પાકિસ્તાનની કંપની એન્ગ્રો કોર્પોરેશનના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અસદ ઉમરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં 10થી 12 અબજ ડોલરની ગંભીર નાણાંકીય કટોકટી છે. એક મુલાકાતમાં અસદ ઉમરે જણાવ્યું કે, ફક્ત આટલું જ નહીં, પાકિસ્તાન આર્થિક કટોકટીની અણી પર છે તેથી નવી સરકારને તેને નિયંત્રિત કરવા માટે કેટલીક વધારાની રકમની પણ જરુર પડશે.

વધુમાં અસદ ઓમરે કહ્યું કે, ‘પાકિસ્તાનને આગામી છ સપ્તાહમાં જ કોઈ નિર્ણય લેવા પડશે. નિર્ણય કરવામાં જેટલો વિલંબ થશે મુશ્કેલી એટલી વધતી જશે. અસદે જણાવ્યું કે, આર્થિક મદદ માટે પાકિસ્તાન IMF સાથે વાત કરશે ઉપરાંત મિત્ર દેશો સાથે પણ વાત કરશે. આ સિવાય ડાયસ્પોરા બોન્ડ પણ ઈશ્યૂ કરવામાં આવશે.