હોંગકોંગમાં ચીનનો કડક વિરોધ, હજારો લોકોએ રોડ પર આવી કર્યા સુત્રોચ્ચાર…

સેન્ટ્રલઃ હોંગકોંગમાં નવા પ્રત્યર્પણ બિલને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરીથી ચીનમાં પ્રત્યાર્પણની મંજૂરી આપનારા કાયદા વિરુદ્ધ હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી રોડ પર ઉતરી આવ્યા અને ત્યારબાદ પ્રશાસને બિલ પર સંસદમાં ચર્ચાને સ્થગિત કરી દીધી છે. રોડ પર એકત્ર થયેલા લોકો સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

1997 સુધી બ્રિટિશ કોલોની રહેલું હોંગ કોંગ એક દેશ, બે વ્યવસ્થાઓ અંતર્ગત ચીનને સોંપી દેવામાં આવ્યું હતું પરંતુ હોંગ કોંગને રાજનૈતિક અને કાયદાકીય સ્વાયત્તતા મળેલી છે. ટીકાકારોને ડર છે કે આ બિલના કારણે હોંગ કોંગની સ્વતંત્ર કાયદાકીય વ્યસ્થા ખતમ થઈ જશે અને નાગરિકોને માત્ર શકના આધાર પર જ ટ્રાયલ માટે મુખ્યભૂમિ ચીન મોકલી દેવામાં આવશે.

આ પ્રસ્તાવિત કાયદા અનુસાર હોંગ કોંગમાં રહી રહેલા કોઈપણ વ્યક્તિને કોઈ અપરાધના શકમાં ટ્રાયલ માટે ચીન મોકલવાની અનુમતી હશે. હોંગ કોંગ સરકારે ફેબ્રુઆરી મહિનામાં તાઈવાનમાં થયેલા એક મર્ડર કેસનો હવાલો આપતા પ્રત્યાર્પણ સમજૂતીમાં સંશોધનનો પ્રસ્તાવ આપ્યો હતો. આ મામલે એક વ્યક્તિએ તાઈવાનમાં પોતાની ગર્લફ્રેન્ડનું મર્ડર કરી દીધું હતું અને પછી ભાગીને હોંગ કોંગનું શરણ લીધું હતું, હોંગ કોંગની તાઈવાન સાથે કોઈ પ્રત્યાર્પણ સંધી નથી, એટલા માટે કોઈપણ નાગરિક ન્યાયિક ક્ષેત્રમાં તે વ્યક્તિ પર હત્યાનું ટ્રાયલ ન ચલાવી શકાય.

હોંગ કોંગના ચીફ એક્ઝીક્યુટીવ કૈરી લૈમે કાયદાને જરુરી ગણાવતા કહ્યું કે આનાથી હોંગ કોંગને વધારે સારી રીતે ન્યાય અપાવવામાં મદદ પ્રાપ્ત થશે અને તે પોતાના આંતરરાષ્ટ્રીય દાયિત્વોની પણ પૂર્તિ કરી શકશે. તેમણે સંશોધનમાં બેજિંગની ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો. તેમણે કહ્યું કે આ સંશોધન માત્ર મુખ્યભૂમિ પર નથી પરંતુ મકાઉ, તાઈવાન અને તે દેશો પર પણ લાગૂ થશે જેમની સાથે હોંગ કોંગની પ્રત્યાર્પણને લઈને કોઈ સંધી નથી.

જ્યારે 1997માં હોંગ કોંગને ચીનને સોંપવામાં આવ્યું હતું તો બેજિંગે ગેરન્ટી આપી હતી કે આનાથી નાગરિકોને 2047 સુધી આઝાદી અને સ્વાયત્ત કાયદાકીય વ્યવસ્થા પ્રાપ્ત થશે.

હોંગ કોંગના નાગરિકોએ પ્રત્યાર્પણ સાથે જોડાયેલા સંશોધનને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. ટીકાકારોનું કહેવું છે કે હોંગકોંગમાં દરેક વ્યક્તિ ચીનની ન્યાયિક વ્યવસ્થા પ્રત્યે જવાબદેહ બની જશે. લોકોને કોઈ કારણ વગર જેલમાં નાંખી દેવામાં આવશે અને પ્રતાડિત કરવામાં આવશે.

સરકારે જોર આપતા કહ્યું કે જો આ સંશોધન જલ્દીથી જલ્દી પાસ ન થાય તો હોંગકોંગના નિવાસીઓની સુરક્ષા સંકટમાં આવી જશે અને તેમનો દેશ અપરાધીઓ માટે સુરક્ષિત જગ્યા બની જશે. સરકારે કહ્યું કે નવો કાયદો માત્ર સાત વર્ષ અથવા તેનાથી વધારે વર્ષની સજા વાળા ગંભીર પ્રકૃતિ અપરાધો પર જ લાગૂ થશે. કાર્યવાહી આગળ વધારતા પહેલા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે તે અપરાધ હોંગકોંગ અને ચીન બંન્ને કાયદામાં શામિલ થાય.

છેલ્લા કેટલાક વર્ષોમાં હોંગકોંગની બેજિંગથી અલગ જઈને નિર્ણય લેવાની ક્ષમતા કમજોર પડી છે. આને લઈને નાગરિકોમાં ગંભીર અવિશ્વાસ પેદા થઈ ગયો છે. જો કે સરકારે દાવો કર્યો છે કે તે રાજનૈતિક અપરાધો વિરુદ્ધ કાર્યવાહી નહી કરે, પરંતુ મોટાભાગના લોકોને આશંકા છે કે બેજિંગ હોંગકોંગના નિવાસીઓ અને વિદેશી નાગરિકો પર આરોપ બની શકે છે.

હોંગકોંગમાં ચીનને લોકતાંત્રિક સુધારાઓની રાહમાં અડચણ ઉભી કરવા અને સ્થાનીય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે જવાબદાર ગણવામાં આવે છે. 2015માં હોંગકોંગના ચીની નેતાઓની ટીકા કરવા માટે જાણીતા પાંચ પુસ્તક વિક્રેતા લાપતા થઈ ગયા હતા. બાદમાં ચીનના સરકારી ટીવી ચેનલો પર તેમને પોતાના કથિત ગુના કબૂલ કરતા જોવામાં આવ્યા હતા.