ટ્રમ્પ સરકાર નવો નિયમ લાગુ કરશે તો 75 હજાર ભારતીયો સ્વદેશ પરત ફરશે

0
2835

વોશિંગ્ટન- અમેરિકામાં H1-B વિઝા મેળવીને રહેતા ભારતીયો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ટ્રમ્પ પ્રશાશન એવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જો એ નિયમ પાસ થઈ જશે તો આશરે 75 હજાર જેટલા ભારતીયોને સ્વદેશ પરત ફરવું પડી શકે છે.મળતી માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાશન H1-B વિઝાના નિયમોમાં મોટો બદલાવ કરવા વિચારી રહ્યું છે. નવા નિયમનો પ્રસ્તાવ એવા લોકો માટે છે, જે H1-B વિઝા ધારકોએ ગ્રીન કાર્ડ માટે એપ્લાઈ કર્યું છે અને તેની અરજી પેન્ડિંગ છે. નવા પ્રસ્તાવ મુજબ આવા લોકોને H1-B વિઝાની છૂટ સમાપ્ત કરવામાં આવી શકે છે.

આ નિયમ લાગુ થશે તો એની સૌથી મોટી અસર ભારતીય વર્કરો ઉપર પડશે. આપને જણાવી દઈએ કે, અમેરિકાના IT સેક્ટરમાં મોટા પ્રમાણમાં ભારતીયો કામ કરે છે. જેમાંથી મોટાભાગના H1-B વિઝા ધારકો છે. હાલના સમયમાં જે H1-B વિઝા ધારકોએ ગ્રાનકાર્ડ માટે એપ્લાઈ કરેલું છે અને જેમના ગ્રીનકાર્ડની અરજી પેન્ડિંગ છે તેમના વિઝાની મુદ્દત પુરી થવા પર ત્રણ વર્ષ સુધીનું એક્સટેન્શન અપવામાં આવી શકે છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટ્રમ્પ પ્રશાશનનો નવો પ્રસ્તાવ આ સુવિધામાં કાપ મુકી શકે છે. મહત્વનું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ‘બાય અમેરિકન, હાયર અમેરિકાન’ના સૂત્ર પર સતત અમલ કરવાનું જણાવી રહ્યાં છે. અને એ જ કારણ છે કે, તેઓ નવા કડક નિયમોનો અમલ કરી રહ્યાં છે.

અમેરિકન સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી બોડી નાસકોમ H1-B વિઝાને લઈને કરવામાં આવેલા કડક નિર્ણયોને લઈને પહેલેથી જ પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે. આ સંબંધમાં તેણે અમેરિકન સેનેટર્સ સાથે પણ ચર્ચા કરી છે. આ ઉપરાંત તેણે અમેરિકન કોંગ્રેસ અને સ્થાનિક એડમિનિસ્ટ્રેસશ સાથે પણ આ સંબંધમાં વાત કરી છે.