US: પ્લાસ્ટિકબેગમાં મળી બાળકી, નામ આપ્યું ‘ઈન્ડિયા’ માતાની શોધ માટે વિડિયો જાહેર કર્યો

વોશિગ્ટન: અમેરિકાના જોર્જિયામાં પોલીસકર્મીઓને પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત બાળકી મળી છે, આ બાળકીની માતાને શોધવા માટે પોલીસે એક હ્રદયસ્પર્શી બાયોકેમ વિડિયો જાહેર કર્યો છે.એટલું જ નહીં તેને ઇન્ડિયા એવું નામ પણ આપ્યું છે.

એક પોલીસ અધિકારીના શરીર પર લાગેલા કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલા આ વિડિયોને મંગળવારે જાહેર કરવામાં આવ્યો જેમાં જોર્જિયા સ્થિત કમિંગ્સમાં શેરિફના ડ્યૂટી અધિકારીઓને એક થેલી અને તેમાં બાંધેલી બાળકી મળવાનું દ્રશ્ય જોવા મળે છે. ઘટના 6 જૂન રાતની છે. પોલીસને ફોન કરીને સૂચના આપવામાં આવી હતી કે, તેમને જંગલ તરફથી કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાય છે.

ફોરસિથ કાઉન્ટીના શેરિફ કાર્યાલયએ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર જણાવ્યું કે, બાળકી મામલે તપાસ ચાલી રહી છે અને પુરાવાઓને આધારે કામ ચાલી રહ્યું છે.. વિભાગના જણાવ્યા અનુસાર તેમણે બાળકીનું નામ ઈન્ડિયા રાખી દીધું છે.

પોલીસે લખ્યું કે બાળકી ‘ઈન્ડિયા’ ને મળવા અંગે આ બોડીકેમ વિડિયો જાહેર કરવાથી અમે આશા રાખીએ છીએ કે, થોડી વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત થશે. પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિયા એકદમ સ્વસ્થ છે.

વિડિયોમાં એક ડ્યૂટી પરના અધિકારીને બાળકીને પ્લાસ્ટિકની બેગમાંથી બાળકીને બહાર કાઢતા અને તેને આશ્વસ્ત કરતાં સાંભળી શકાય છે. ‘દેખો પ્યારી બચ્ચી….મુજે (તુમ્હારી હાલત દેખકર) દુ:ખ હો રહા હૈ…તુમ બહુત કિંમતી હો…..’ ત્યાર બાદ પોલીસ અધિકારી બાળકીને મેડિકલ અધિકારીઓને સોંપી દે છે, જે તેને ફર્સ્ટ એઇડ આપીને ચાદરમાં લપેટી લે છે.

અધિકારી 6 જૂનથી બાળકીની માતાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અને તેમને ટ્વિટર પર પણ પૂછ્યું છે કે, શું આ વિસ્તારમાં રહેતો કોઈ પણ વ્યક્તિ કોઈ એવી મહિલા અંગે જાણે છે જે ગર્ભાવસ્થાના અંતિમ ચરણમાં હોય? ઓનલાઈન પ્લેટફોર્મ પર આ વિડિયોને અત્યંત માર્મિક પ્રતિક્રિયાઓ મળી રહી છે, અને સેકડો યૂઝર્સે બાળકીની માતાને શોધવામાં મદદ માટે હેશટેગ #BabyIndia સાથે શેર કર્યો છે.

ઘણાં લોકોએ ટ્વિટર પર ‘સેફ હેવન’ કાયદાની પણ જાણકારી મેળવી છે, જેના હેઠળ કોઈ પણ મહિલા નવજાત બાળકને પોલીસ સ્ટેશનો અથવા હોસ્પિટલો જેવા સ્થળો પર વગર કોઈ નુકસાન પહોંચાડ્યે મૂકી જવાની મંજૂરી હોય છે. આવું કરવા પર તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને બાળકને સરકારનું સંતાન માની લેવામાં આવે છે, જેથી કોઈ પણ બાળકનો ત્યાગ કરતા પહેલાં વિચારે.

એક મહિલાએ ટ્વિટ કર્યું કે, ‘ હે ભગવાન….બિચારી બાળકી….ખુશ છું કે તે સુરક્ષિત છે…’ અન્ય એક મહિલાએ લખ્યું કે, તે આ વિડિયો જોઈને રડી પડી હતી કારણ કે તેમને તેની પૌત્રીની યાદ આવી ગઈ. અન્ય એક મહિલાએ જણાવ્યું કે, ‘ હમણાં મે ફોરસિથ કાઉન્ટી શેરિફ ઓફિસ ફોન કર્યો તો જાણકારી મળી કે મારા ઉપરાંત હજારો લોકોએ #BabyIndiaને દત્તક લેવા અંગે જાણકારી મેળવી છે.