પ્રેસિડેન્ટ પદ માટે ટ્રમ્પ નૈતિકરુપે અયોગ્ય: FBIના પૂર્વ નિર્દેશકના શાબ્દિક પ્રહાર

વોશિંગ્ટન- FBIના પૂર્વ નિર્દેશક જેમ્સ કોમીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે નૈતિકરુપે અયોગ્ય છે. અમેરિકન ટીવી ચેનલના જણાવ્યા મુજબ જેમ્સ કોમીએ ટ્રમ્પ માટે કહ્યું કે, ‘હું તેમના માનસિક રુપે અક્ષમ અથવા મનોભ્રમના શરુઆતી તબક્કામાં હોવાની વાતોને નથી માનતો’. જોકે, જેમ્સ કોમીએ જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે, સ્વાસ્થ્ય કારણોસર ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદ માટે અયોગ્ય છે. પરંતુ મને લાગે છે કે, ડોનાલ્ટ ટ્રમ્પ નૈતિક રુપે અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટે અયોગ્ય છે’.વધુમાં જેમ્સ કોમીએ કહ્યું કે, આપણા પ્રેસિડેન્ટે એ મુલ્યો માટે સમ્માન વ્યક્ત કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ જે અમેરિકાના મુળમાં રહેલા છે. જેમાં સત્ય રહેલું છે. જોકે મને લાગે છે કે, પ્રેસિડેન્ટ આમ કરવા સક્ષમ નથી.

આપને જણાવી દઈએ કે, ડેમોક્રેટ પાર્ટીના હિલેરી ક્લિંટન અને 2016ની પ્રેસિડન્ટ ચૂંટણીને પોતાના પક્ષમાં કરવા ટ્રમ્પે ચૂંટણી અભિયાનના કથિત રશિયન ગઠજોડને લઈને તપાસમાં FBIના વ્યવહારને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે મે 2017માં જેમ્સ કોમીને તેમના પદ ઉપરથી દૂર કર્યા હતા.

અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણીના 11 દિવસ પહેલા જેમ્સ કોમીએ જાહેરાત કરી હતી કે, હિલેરી ક્લિન્ટનના વિદેશપ્રધાન રહેવા દરમિયાન ખાનગી ઈમેલ સર્વરના કહેવાતા દુરુપયોગના મામલાની તપાસ FBI ફરીવાર કરશે. આ અંગે હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે, ટ્રમ્પનું  પગલું હિલેરી ક્લિન્ટનના પરાજયનું કારણ બન્યું હતું.