ડૂબી રહ્યું છે યુરોપનું સૌથી સુંદર શહેર “વેનિસ”… આ છે કારણો…

વેનિસઃ દુનિયાના સૌથી સુંદર શહેરોમાં શામિલ વેનિસ ધીરે-ધીરે પાણીમાં સમાતું જઈ રહ્યું છે. અહીંયા કેટલાક વિસ્તારોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોમાંથી એક માળ સુધીની ડૂબી ગઈ છે. પેઢીઓથી અહીંયા રહેતા લોકો સામે તેમનું આ પ્રિય શહેર, તેમનું ઘર બધુ ડુબવાના આરે છે. ત્યારે આવો જાણીએ કે યૂરોપનું દિલ કહેવાતું વેનિસ આખશે શાં માટે ડૂબી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોડર્ન સેટેલાઈટની મદદથી વૈજ્ઞાનિક ધરતી પર થઈ રહેલા નાના-નાના બદલાવો પર નજર રાખીને બેઠા છે. આ જ કારણ છે કે તેમણે ઈટલીના શહેર વેનિસ મામલે આજથી આશરે ત્રણ-ચાર વર્ષ પહેલા જ ચિંતાજનક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે દર વર્ષે આ શહેર કુદરતી રુપે જ 0.8 થી લઈને 1 મિલીમીટર સુધી ડુબી રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ આના માટે પ્રકૃતિને જ નહી પરંતુ માણસો દ્વારા થતી ગતિવિધિઓને પણ જવાબદાર ગણાવી. રિસર્ચર્સનું કહેવું છે કે આ બદલાવથી વેનિસના ડૂબવાનો ખતરો વધી રહ્યો છે. સાથે જ દર વર્ષે અહીંયા લોકો સામે પૂર અને તબાહીનો પણ ખતરો હોય છે.

ઈન્ડિપેન્ડેન્ટ ન્યૂઝ પેપરમાં વર્ષ 2017માં છપાયેલા ગ્લોબલ વોર્મિંગના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો યૂરોપમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઓછો ન કરવામાં આવ્યો તો એક સદીની અંદર વેનિસ પાણીની અંદર ગરકાવ થઈ જશે. આ પ્રાચિન અને પ્રતિષ્ઠિત શહેર પૂરના કારણે ડૂબી જશે કારણ કે ભૂમધ્ય સાગરમાં જળસ્તર 2100 થી પહેલા 140 સેમી સુધી વધવાનું અનુમાન છે. ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનના કારણે સમુદ્રના સ્તરમાં વૃદ્ધી થઈ છે જેના કારણે ઉત્તર એડ્રિયાટિક અને ઈટલીના પશ્ચિમી તટના કેટલાક ભાગમાં 176 મીલ લાંબો સમુદ્ર તટ ડુબવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

અત્યારે પણ વર્ષમાં ચાર વાર હાઈ ટાઈડના કારણે શહેરમાં પૂર આવી શકે છે. પરંતુ સેટેલાઈટ ડેટામાં માહિતી સામે આવી છે કે વેનિસ સતત ડૂબી રહ્યું છે. આના કારણો મામલે વાત કરીએ તો વૈજ્ઞાનિક કહે છે કે જે સેડિમેન્ટ્સ પર શહેર બન્યું છે તેના ઘસાવાના કારણે પણ આવું થવાની સંભાવના છે. માત્ર આટલું જ નહી આ સાથે માણસ દ્વારા કરવામાં આવેલા બિલ્ડિંગ રેસ્ટોરેશનના કામની પણ નેગેટિવ અસર પડી રહી છે.

અત્યારે 2019 સુધી પહોંચતા સુધીમાં વેનિસની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. આના પર સેટેલાઈટ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈટલીના એક શીર્ષ હેરિટેજ ગ્રુપ ઈટાલિયા નોસ્ત્રાએ સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે તે વેનિસ શહેરને એવા શહેરોની યાદીમાં નાંખી દે કે જેના પર ખતમ થવાનો ખતરો મંડરાયેલો છે.

ઈટાલિયા નોસ્ત્રાએ કહ્યું છે કે વેનિસમાં આવનારા પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. જમીન હોય કે સમુદ્ર તમામ બાજુથી મોટી સંખ્યામાં પર્યટકો શહેરને ડૂબવામાં મદદ કરી રહ્યા છે. આના પાછળ ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટું અને મુખ્ય કારણ છે. રિપોર્ટમાં મોટા જહાંજોને પણ આના માટે જવાબદાર માનવામાં આવ્યા છે. ગ્રુપે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ મોટા મોટા જહાંજો શહેરની ઈમારતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.