બ્રિટન સહિત યુરોપમાં જોખમી હવામાન, જનજીવનને અસર, 11 મોત

લંડન- કુદરતી આપદા ગણો તો પણ અને ગ્લોબલ વોર્મિગથી સર્જાયેલી માનવસર્જિત આપદા ગણો તો એ, પણ બ્રિટન સહિત યુરોપના દેશો ભારે કુદરતી સંકટનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનમાં 1991માં આવેલાં સ્નો સ્ટોર્મ પછીના સૌથી ભયંકર સ્નો સ્ટોર્મનો પ્રકોપ ત્રાટક્યો છે. હજારો લોકો ફસાયાં છે અને 11 નાગરિકોના મોત નીપજ્યાં છે.બ્રિટનમાં આજે સતત ત્રીજા દિવસે પણ એમ્મા ચક્રવાતની અસર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વ ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ટ, નોર્થ આયરલેન્ડમાં બ્લેક આઇસ પડવાની શક્યતાઓ જણાવાઇ છે. યુકેમાં આજે યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

ડેવૉનના નાગરિકોને ઘર છોડીને અન્યત્ર ચાલી જવા આદેશ આપવામાં આવ્યાં છે. તો, સરકાર દ્વારા એમ્મા સ્ટોર્મથી બચાવ માટેના તમામ સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ડેવૉન અને કોર્નવોલમાં 80 કિમી-કલાકની ઝડપે આ રહેલા સ્નો સ્ટોર્મની અસર સૌથી વધુ છે. આજે આ ચક્રવાત હળવું થવાની પણ આગાહી કરવામાં આવી છે.લંડન વોટરપલૂને રાત્રે આઠ વાગ્યાથી બંધ કરી દેવામાં આવી રહ્યું છે અને સાઉથ વેસ્ટર્ન રેલવેની સર્વિસ પણ સાંજે છ વાગ્યા પછી બંધ કરવામાં આવે છે. આ વિસ્તારના રેલવે મુસાફોને પોતાની યાત્રા બપોરના 3 કલાક સુધીમાં પૂર્ણ કરવાની તાકીદ આપવામાં આવી છે. યુસ્ટોનમાં ગઇકાલે સ્નો સ્ટોર્મથી ટ્રેન સેવાને ગંભીર અસર થઇ હતી.

યુકેના અમુક વિસ્તારોમાં કરા અને વરસાદની હવામાન આગાહી કરવામાં આવી છે. સવારે 11 વાગ્યા પછી લંડનમાં તાપમાન માઇસ 15માંથી 5 ડિગ્રી થતાં નાગરિકોને થોડી રાહત થઇ છે. લંડનના વોટરલૂ રેલવે સ્ટેશને ગત રાત્રે મુસાફરો અટવાઇ ગયાં હતાં કારણ કે સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.