વોશિંગ્ટન- મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એરાઉન્ટ ગુરુવારે થોડા સમય માટે રહસ્યમયી રીતે ડીએક્ટીવેટ થયું હતું. આ દરમિયાન ટ્રમ્પના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ @realDonaldTrump ને સર્ચ કરો ત્યારે એક મેસેજ લખાઈને આવતો હતો કે, ‘સોરી, આ પેજ અસ્તિત્વમાં નથી’. જોકે વિશ્વના સૌથી તાકતવર દેશના પ્રેસિડેન્ટ સાથે આ ઘટના જાણીજોઈને કરવામાં આવી હતી.
ઘટના અંગે સ્પષ્ટતા કરતા ટ્વીટરે તરત જ જણાવ્યું કે, ટ્વીટરના એક કર્મચારીની ભૂલને કારણે ટ્રમ્પનું એકાઉન્ટ ડીએક્ટીવેટ થયું હતું. ટ્વીટર દ્વારા જણાવવામાં આવ્યું કે, એવું લાગે છે કે, આ ઘટના એ કોઈ ભૂલ ન હતી પણ સમજીને કરવામાં આવેલું કારસ્તાન હતું. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટને જે કર્મચારીએ ડીએક્ટીવેટ કર્યું હતું તેનો ગુરુવારે નોકરીમાં છેલ્લો દિવસ હતો.
લગભગ 11 મિનિટ ડીએક્ટીવેટ રહ્યા બાદ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ ફરીવાર એક્ટીવેટ થઈ શક્યું હતું. ટ્વીટરે તેના નિવેદનમાં જણાવ્યું કે, ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ 11 મિનિટ બંધ રહ્યા બાદ તેને રિસ્ટોર કરી લેવામાં આવ્યું છે. આવી ઘટના ભવિષ્યમાં થાય નહીં તે અંગે અમે તકેદારી રાખી રહ્યા છીએ.