અમેરિકાએ ઈરાનને આપી ધમકી, યુદ્ધ લડશો તો ખતમ થઈ જશે આખો દેશ

વોશિગ્ટનઃ અમેરિકા અને ઈરાન હવે કદાચ યુદ્ધના દ્વારે પહોંચી ગયા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન અમેરિકા સાથે યુદ્ધ લડશે તો અધિકારિક રીતે તેનો અંત થઈ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં ઈરાનને ધમકી આપતા લખ્યું કે ઈરાન લડવા જ ઈચ્છે છે તો આ તેનો અધિકારીએક રીતે અંત થશે. અમેરિકાને ફરી ક્યારેય ધમકી ન આપતા.

વોશિંગ્ટનમાં એક ગુપ્ત રિપોર્ટ આવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે સંભવિત સૈન્ય ટકરાવને લઈને ચર્ચા છેડાવા પર ટ્રમ્પના આ ટ્વિટે અમેરિકામાં એ ડરને હવા આપી છે કે બંન્ને દેશ એકબીજા સાથે યુદ્ધ કરી શકે છે. અમેરિકી ગુપ્તચર રિપોર્ટ અનુસાર ઈરાન અમેરિકાના મહત્વપૂર્ણ સંસ્થાનો અને સંપત્તિને નિશાન બનાવીને હુમલો કરી શકે છે.

એક રિપોર્ટમાં અમેરિકાના સુરક્ષા અધિકારના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ફારસ ખાડીમાં ઈરાની વ્યાપારિક સ્ટિમરોના જે ફોટા સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે વ્યાપારિક જહાંજની આડમાં યુદ્ધપોત અને મિસાઈલ લાવવામાં આવી રહી છે. જો કે અમેરિકી સરકારે અત્યારસુધી આ મામલે કોઈ પુરાવાઓ આપ્યા નથી અને હથિયાર લઈવાના અમેરિકાના દાવાની પુષ્ટી નથી થઈ.

આ પહેલા આંતરરાષ્ટ્રીય મીડિયાનો જે રિપોર્ટ સામે આવ્યો હતો તેમાં અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો હતો કે જે પ્રકારે ફારસ ખાડીથી બહાર ઈરાની સમર્થિત સૈન્ય દળો માટે જહાંજોની મૂવમેન્ટ થઈ રહી છે તે ઈરાનના જૂના પરિવહન પેટર્ન સાથે મળતી આવતી નથી. આ રિપોર્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવથી ઉપસ્થિત થયેલા ખતરાના આંકલનનો ભાગ હતો.