ટ્રમ્પે તોડી 15 વર્ષથી ચાલતી ‘ભારતીય પરંપરા’ તેમની પાસે કારણ છે…

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે વ્હાઈટ હાઉસમાં 15 વર્ષથી ચાલી આવતી ભારતીય પરંપરા તોડી નાંખી છે. વ્હાઈટ હાઉસમાં ઉજવાતી દીવાળીની ઉજવણીનો આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાગ કર્યો છે.

જોકે આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સબળ કારણ છે. મધ્યાવધિ ચૂંટણીને લઇને તેઓએ આ પરંપરાગત તહેવારની ઉજવણી પડતી મૂકવી પડી છે. મંગળવારે મધ્યાવધિ ચૂંટણી માટે મતદાન થયું હતું અને બુધવારે પરિણામ પણ આવી ગયાં છે.જેમાં સેનેટમાં ટ્રમ્પની પાર્ટીને જીત મળી છે તો હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ્સને બહુમત મળ્યો છે.

ફાઈલ તસવીર

વ્હાઈટ હાઉસમાં દીવાળીની ઉજવણીની શરુઆત પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બૂશ દ્વારા 2003માં કરવામાં આવી હતી જેને બરાક ઓબામાએ જાળવી રાખી હતી. ટ્રમ્પે ગત વર્ષે દીવાળીની ઉજવણી કરી હતી અને ઓવલ ઓફિસમાં દીપ પ્રાગ્ટ્ય કરીને તહેવાર ઉજવ્યો હતો. પણ આ દીવાળીમાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતાં. વિદેશપ્રધાન માઈક પોમ્પિઓએ જોકે પોતાની દીવાળીની શુભકામના પ્રગટ કરીને ભારતીય મૂળના નાગરિકોના યોગદાનની પ્રશંસા કરી હતી.