પ્રિંસ અને પ્રિંસેસ બનવાની નોકરી, 18 લાખ પગાર, બસ જોઈએ આ યોગ્યતા…

0
1377

પેરિસઃ બાળપણમાં ઘણી છોકરીઓનું પ્રિંસેસ બનવાનું સ્વપ્ન રહ્યું હશે, કોમિકથી લઈને ઢીંગલીઓ સુધી… આ તમામને જોઈને ઘણી છોકરીઓની રાણી બનવાની ઈચ્છા હોય જ. પરંતુ આ દીકરી જેમજેમ મોટી થતી જાય, તેમ તેમ તેનું આ સ્વપ્ન ભૂસાતું જાય છે. પરંતુ હવે તમારુ આ સ્વપ્ન હવે હકીકતમાં પરિવર્તિત થઈ શકે છે. હવે દીકરીઓ સાચી રીતે પ્રિંસેસ બની શકે છે. હા, એટલું જ નહીં પ્રિંસેસ બનવાની સારી સેલેરી પણ મળશે.

માત્ર છોકરીઓ જ નહી પરંતુ છોકરાઓ પણ પ્રિંસ બની શકે છે. જે પણ છોકરાઓનું બાળપણમાં પ્રિંસ અથવા રાજા બનવાનું સ્વપ્ન રહ્યું હોય તે સ્વપ્ન સાચું સાબિત થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે ડિઝનીલેન્ડ પેરિસ આપના બાળપણના સ્વપ્નને સાકાર કરવાની તક આપી રહ્યું છે. ડિઝનીલેન્ડ પોતાના થીમ પાર્ક માટે પ્રિંસ અને પ્રિંસેસ શોધી રહ્યું છે.

ડિઝનીલેન્ડમાં આશરે 50 વેકેન્સી છે. પ્રિંસ અને પ્રિંસેસ બનવાની આ નોકરી ફુલ ટાઈમ અથવા 3-6 મહીનાના કોન્ટ્રાક્ટ બેઝની છે.

આટલી જોઈશે યોગ્યતા…

  • છોકરી ની ઉંચાઈ 5.2 થી 5.6 ટકા હોવી જરુરી છે. એલિગેંટ અને ગ્રેસફુલ હોય. શરીર પર કોઈ ટેટૂ ન હોય.
  • છોકરાઓ માટે ઉંચાઈ 5.2 થી 6 ફૂટ સુધી હોવી જોઈએ. સારી બોડી હોવી જરુરી. શરીર પર કોઈ ટેટૂ ન હોય.

છોકરાઓ અને છોકરીઓ 8 જૂનના રોજ આયર્લેન્ડ ડબલિંગ ડાન્સ પર પહોંચે. છોકરાઓ સવારે 10.15 વાગ્યે અને છોકરીઓ 11.45 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચે. ડિઝનીલેન્ડના પ્રિંસ અને પ્રિંસેસ સાથે મળતા આવતા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.