બ્રિટિશ સંસદમાં”જલિયાંવાલા બાગ” નરસંહાર પર થશે ચર્ચા

0
812

નવી દિલ્હીઃ બ્રિટીશ સંસદના ઉપરી સદન હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતીય મૂળના સદસ્યોએ ભારતમાં બ્રિટિશ રાજમાં એપ્રિલ 1919માં થયેલા જલિયાંવાલા નરસંહાર પર ઐતિહાસિક ચર્ચાની પહેલ શરુ કરી છે. આ ચર્ચા આવતા મંગળવારના રોજ થશે. લોર્ડ મેઘનાદ દેસાઈ અને લોર્ડ રાજ લૂમ્બાની પહેલ પર બ્રિટિશ સંસદના ઉપરી સદને મુખ્ય ચેમ્બરમાં અમૃતસર નરસંહારની 100મી વરસી હશે.

દેસાઈ અને લૂમ્બા આ ઐતિહાસિક ત્રાસદપૂર્ણ ઘટનાની 100 મી વરસી માટે નવગઠિત જલિયાવાલા બાગ શતી આયોજન સમિતિના સભ્ય છે. સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આ નરસંહારની શતી 13 એપ્રિલ 2019ના રોજ છે. આ ચર્ચામાં જલિયાવાલા બાગ સરસંહાર પર વિસ્તારથી ચર્ચાનો પ્રસ્તાવ છે. બ્રિટિશ સરકારની આ શતીને મનાવવાની યોજના છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સો વર્ષમાં આ પહેલીવાર છે કે જ્યારે જલિયાવાલા કાંડ પર પૂર્ણ ચર્ચા થશે. ગત વર્ષે જુલાઈ 1920નો સમય હતો જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સે મત-વિભાજનથી બ્રિગેડિયર જનરલ ડાયના કૃત્યની નિંદા કરી હતી. ડાયરે જ 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગમાં હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારિઓની હત્યા કરાવી નાંખી હતી.