ટ્રમ્પના રિસોર્ટમાં ચીની મહિલાની ઘણા મોબાઈલ ફોન અને સોફ્ટવેર સાથે અટકાયત

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો રિસોર્ટંમાં રોકાવા દરમિયાન ઘણા મોબાઈલ ફોન અને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડનારા સોફ્ટવેરથી લેસ એક યૂએસબી પોતાના પાસે રાખવાને લઈને એક ચીની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પ ત્યાં વિકેન્ડમાં ત્યાં ગોલ્ફ રમવા અને મીત્રોને મળવા માટે જતા હોય છે. આ મહિલાની શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી અને કોર્ટ દસ્તાવેજોનો મંગળવારના રોજ ખુલાસો થયો.

ફ્લોરિડા સ્થિત પામ બીચ સંઘીય જિલ્લા કોર્ટના દસ્તાવેજો અનુસાર ઝાંગ યુજીયાંગે શનિવારના રોજ રિસોર્ટમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે સ્વીમિંગ પૂલમાં જવાની વાત કહી હતી, જ્યારે તેની પાસે પોશાક હતા જ નહી. ત્યારબાદ તેણે દાવો કર્યો કે તે ચીની અમેરિકી મિત્રતા કાર્યક્રમમાં શામિલ થવા જઈ રહી છે, જ્યારે આ પ્રકારનો કોઈ કાર્યક્રમ હતો જ નહી.

ધરપકડ કરવામાં આવ્યા બાદ ત્યાં આવ્યાની કોઈ અન્ય જ સ્ટોરી આ મહિલાએ સંભળાવી. મહિલાની ધરપકડ કરનારી યૂએસ સીક્રેટ સર્વીસ અનુસાર તેની પાસે બે પાસપોર્ટ હતા, જેમાં એક ચીનનો હતો. મહિલા પાસેથી ચાર મોબાઈલ ફોન, એક લેપટોપ, એક અન્ય ડ્રાઈવ અને કમ્પ્યૂટરને નુકસાન પહોંચાડનારા સોફ્ટવેરથી લેસ એક યૂએસબી ડ્રાઈવ જપ્ત કરવામાં આવી છે.