આતંકી મસૂદ મામલે ચીનની ખુલ્લી બેશરમી, અડચણના કૃત્યનો કર્યો બચાવ

0
708

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદીમાં શામેલ કરવાની રાહમાં વારંવાર વચ્ચે અડચણ ઉભી કરવાની ચીનની પોતાની હરકતનો બચાવ કરતા ચીને અમેરિકાના આ આરોપને ફગાવ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ચીનના પાખંડની ટીકા કરતા કહ્યું હતું કે ચીન પોતાના ત્યાં 10 લાખથી વધારે મુસ્લિમોને પ્રતાડિત કરી રહ્યું છે પરંતુ બીજી બાજુ તે હિંસક ઈસ્લામિક આતંકી સમૂહને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધથી બચાવે છે.

પોમ્પિયોએ સંયુક્ત રાષ્ટ્રમાં અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રસ્તાવને બાધિત કરવાના ચીનના પગલાંના સંદર્ભમાં આ વાત કહી હતી. સીધી રીતે અમેરિકાનો સંદર્ભ આપ્યા વિના ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે જો આવું થાય તો જે દેશે સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિમાં અધિકતમ અડચણો ઉભી કરી તેને આતંકીઓને શરણ આપનાર હોવું જોઈએ.

ચીને તાજેતરના વર્ષોમાં ચાર વાર આ મામલે અડચણ ઉભી કરી છે. તાજેતરમાં તેણે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના પ્રસ્તાવને રોકી દીધો હતો. ત્યારબાદ અમેરિકા અઝહરને પ્રતિબંધિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લઈને આવ્યું. તેમણે જોર આપીને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિમાં રોક લગાવવાની પરંપરા સમિતિના નિયમોને અનુરુપ છે.

અમેરિકાના પ્રત્યક્ષ સંદર્ભ વગર ગેંગે કહ્યું કે જો કોઈ દેશ રોકના કારણે ચીન પર આતંકીઓને શરણ આપવાનો આરોપ લગાવે છે તો આનો અર્થ એ થયો કે આ પ્રકારની રોક લગાવનારા તમામ દેશ આતંકીઓને આશ્રય આપી રહ્યા છે. પુલવામા આતંકી હુમલા પર ભારત દ્વારા આપવામાં પુરાવાને પાકિસ્તાન દ્વારા ફગાવવામાં આવ્યા તે મામલે પૂછવા પર તેમણે કહ્યું કે સૂચીબદ્ધ મુદ્દા પર 1267 સમિતિ પાસે વિસ્તૃત અને સ્પષ્ટ શરત અને માપદંડ છે.