કેનેડાએ હુઆવી ટેક્નોલોજીઝના સીએફઓની ધરપકડ કરી, વૈશ્વિકસ્તરે પડઘા

ટોરેન્ટોઃ કેનેડાએ ચીનની કંપની હુઆવી ટેક્નોલોજીઝના સીએફઓની ધરપકડ કરી છે. તેમને અમેરિકા પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. વિધિ વિભાગના પ્રવક્તા ઈયાન મૈકલોએડે બુધવારે જણાવ્યું કે મેંગ વાનઝોઉની બ્રિટિશ કોલંબિયાના વૈંકૂવરથી શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકા મેંગના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે.

મૈકલોએડે જણાવ્યું કે અત્યારે આ સંબંધમાં સૂચનાઓના પ્રસારણ પર પ્રતિબંધ છે અને તે વિસ્તૃત જાણકારી નહી આપી શકે. પ્રતિબંધ મેંગના અનુરોધ પર લગાવવામાં આવ્યો છે. તેમની જામીન અરજી પર શુક્રવારના રોજ સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે વોલ સ્ટ્રીટ જર્નલે વર્ષની શરુઆતમાં માહિતી આપી હતી કે અમેરિકા ચીની કંપની હુઆવી દ્વારા ઈરાન વિરુદ્ધ લાગેલા પ્રતિબંધોના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે. મૈંગ કંપની બોર્ડની ડિપ્ટી ચેરપર્સન પણ છે અને કંપનીના સંસ્થાપક રેન ઝેંગફેઈની દિકરી છે.ઉલ્લેખનીય છે કે વોલ સ્ટ્રીટ જર્નલે વર્ષની શરુઆતમાં સમાચાર આપ્યા હતા કે અમેરિકા ચીની કંપની હુવાઈ દ્વારા ઈરાન વિરુદ્ધ લાગેલા પ્રતિબંધોના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનની કંપની પર અમેરિકી પ્રતિબંધના ઉલ્લંઘનનો આરોપ છે. અમેરિકાનો દાવો છે કે કંપનીએ અમેરિકા માટે નિર્મિત હુવેઈ ફોનની ખેપને ઈરાન સહિત કેટલાક અન્ય દેશોમાં મોકલવાનું કામ કર્યું છે.મેંગ કંપની બોર્ડની ડેપ્યુટી ચેરપર્સન પણ છે અને કંપનીના સંસ્થાપક રેન ઝેંગફેઈની દિકરી છે. હુવેઈએ કંપનીના માલિકની દિકરીની ધરપકડની પુષ્ટી કરી દીધી છે. જો કે દાવો કરવામાં આવ્યો છે કે તેને ધરપકડના કારણો વિશે જણાવવામાં આવ્યું નથી. કંપનીએ દાવો કર્યો છે કે મેંગ વાનઝાઉએ એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે તેમની ધરપકડ કરવી પડે.