અમેરિકાના આટલાન્ટામાં યોજાઈ ઐતિહાસિક બીએપીએસ યુવાશિબિર

આટલાન્ટા (જ્યોર્જિયા, અમેરિકા) – નૉર્થ અમેરિકા માટે આ એક ઐતિહાસિક ઘટના હતીઃ 10,000થી વધુ બાળકો-યુવાનો-યુવતીઓ સતત દસ દિવસ એક સ્થળે ભેગાં થાય ને સદગુરુ સંતો પાસેથી પ્રેરણાદાયી પ્રવચન સાંભળે, ગ્રુપ ડિસ્ક્શન કરે, નાટક-સંવાદ રજૂ કરે, તથા સદમાર્ગે ચાલવાનો નિર્ધાર કરે…

‘બીએપીએસ’ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી 1 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન, નૉર્થ અમેરિકાના આટલાન્ટા શહેરના ડાઉનટાઉનમાં આવેલી હયાત રિજન્સી હોટેલમાં ‘બીએપીએસ નૉર્થ અમેરિકા યૂથ કન્વેન્શન’ યોજાયું, જેમાં આઠ વર્ષથી લઈને બાવીસ વર્ષની વયનાં દસ હજારથી વધુ બાળકો-યુવક-યુવતીએ ઉમળકાભેર ભાગ લીધો.

દસ દિવસના આ યુવક સમ્મેલનના કેન્દ્રમાં હતોઃ મોક્ષ- જનમ જનમના ફેરા ટાળી, હંમેશની મુક્તિ મેળવવા શું કરવું? આ વિશે બીએપીએસના સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી તથા અન્ય સદગુરુ સંતોનાં પ્રવચન, સંવાદ, પ્રશ્ર્નોત્તરી તથા ગ્રુપ ડિસ્ક્શન્સ, વગેરે થયાં.

પ્રસ્તુત છે નૉર્થ અમેરિકામાં યોજાઈ ગયેલી આ નોખી-અનોખી યુવાશિબિરની તસવીરી ઝલક.