સ્ટેન પેરોને પરસેવાનો પૈસો પર “સેવા”માં વાપર્યો, કર્યું 2.8 અબજ ડોલરનું દાન

કૈનબરાઃ આપણા સમાજમાં માતા-પિતા પોતાનું આખું જીવન સંઘર્ષ કરીને પોતાના બાળકો માટે સંપત્તિ ભેગી કરે છે, જેથી બાળકો તેમનું જીવન આરામથી વિતાવી શકે. પરંતુ ઓસ્ટ્રેલિયાના એક વેપારીએ પોતાની તમામ સંપત્તિ બાળકોને આપવાની જગ્યાએ દાનમાં આપી દીધી છે. આ વ્યાપારીએ પોતાના બાળકોને પોતાની સંપત્તિ નથી આપી પરંતુ દાનમાં આપી દીધી છે. તેમણે પોતાના મૃત્યુ પહેલા એ પ્રકારનું વસીયત નામુ બનાવડાવ્યું હતું કે તેમની તમામ સંપત્તિ દાન કરી દેવામાં આવે.

ઓસ્ટ્રેલિયાના એક મોટા વ્યાપારીએ સ્ટેન પેરોને પોતાની 2.8 અબજ ડોલરની સંપત્તિ દાનમાં આપી દીધી છે. પેરોન નામના આ વ્યાપારીનું નવેમ્બર માસમાં 96 વર્ષની વયે નિધન થયું હતું.

પોતાના મૃત્યુ પહેલા સ્ટેને એક નિવેદનમાં લખ્યું હતું કે તેઓ પોતાની સંસ્થા સ્ટૈન પેરોન ધર્માર્થ સંસ્થાનને પોતાની સંપત્તિનો અધિકાંશ ભાગ દાનમાં આપી રહ્યા છે. સ્ટૈને લખ્યું હતું કે મે મારા બાળપણના લક્ષ્યને પુરુ કર્યું અને પોતાના પરિવાર માટે પણ મેં ઘણું કર્યું. પરંતુ હું ખૂબ ભાગ્યશાળી છું કે હું જે કમાયો છું તેનાથી હું વંચિત લોકોની સહાયતા કરી શકું છું અને તેમના જીવનને બદલવામાં સક્ષમ છું.

આ ધર્માર્થ સંસ્થાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના બાળકોના સ્વાસ્થ્ય પર કેન્દ્રીત છે જેનું સંચાલન હવે સ્ટેનની દિકરી કરશે. સ્ટેનનું બાળપણ ગરીબીમાં વિત્યું, પરંતુ તેમણે મહેનતના દમ પર ધીરે-ધીરે દેશભરમાં પોતાનો વ્યાપાર ફેલાવી લીધો અને એક મોટું એમ્પાયર તૈયાર કર્યું.