વેરોનિકા વાવાઝોડું ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે પહોંચ્યું, રેડએલર્ટ જાહેર

નવી દિલ્હી- વાવાઝોડું વેરોનિકા ઓસ્ટ્રેલિયામાં પશ્ચિમકિનારેથી પ્રવેશી ચૂક્યું છે ત્યારે તંત્રએ રેડએલર્ટ જાહેર કરી દીધો છે. જોકે અત્યારે વાવાઝોડાની ગતિ થોડી ધીમી થઈ છે અને છેલ્લે બહાર પડેલી જાણકારી પ્રમાણે પશ્ચિમે પોર્ટ હેડેલેન્ડથી 95 કિલોમીટર દૂર વાવાઝોડાનું કેન્દ્ર દર્શાવાયું છે.

આગામી આઠથી બાર કલાક વાવાઝોડાનું કેન્દ્ર ત્યાં જ રહેવાનું અનુમાન છે. વાવાઝોડાની ગતિ ધીમી પડવાને લીધે સ્થાનિક લોકોને પૂર્વતૈયારી માટે પૂરતો સમય મળી શક્યો છે, કારણ કે આવનારા બે દિવસમાં અહીં તેજ પવન સાથે ધોધમાર વરસાદ થવાની પણ સંભાવના છે.

દરિયામાં ભરતીની સપાટી પણ ઊંચી આવવાની શક્યતા છે. જોકે આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે પણ વાવાઝોડાની ગતિ હજી વધારે ધીમી પડવાની આગાહી છે.