મોસ્કોમાં રનવે પર વિમાન સળગી ઊઠ્યું: 41 જણનાં કરૂણ મરણ

મોસ્કો – રશિયાનું એક પેસેન્જર વિમાન ગઈ કાલે મોસ્કોના શેરેમેત્યેવો એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કર્યા બાદ સળગી ઉઠતાં ઓછામાં ઓછા 41 જણનાં કરૂણ મરણ નિપજ્યા હતા.

રશિયન બનાવટના સુખોઈ સુપરજેટ વિમાનમાં 78 જણ પ્રવાસ કરતા હતા.

વિમાન એરોફ્લોટ કંપની દ્વારા ઓપરેટ કરાતું હતું.

તાકીદનું ઉતરાણ કર્યા બાદ વિમાન રનવે પર સરકી ગયું હતું અને તરત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.

વિમાનમાં ઘણા બાળકો પણ હતાં.

રશિયન ઈન્વેસ્ટિગેટિવ કમિટીએ કહ્યું કે 41 જણનાં મરણ નિપજ્યા છે. આમાં એક ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે.

વિમાનનું તાકીદનું ઉતરાણ કયા કારણસર કરવામાં આવ્યું હતું અને એ કયા કારણસર સળગી ઉઠ્યું એ તત્કાળ જાણવા મળ્યું નહોતું.

httpss://twitter.com/i/status/1125070096374882304

રશિયાનું એક પેસેન્જર વિમાન 5 મે, રવિવારે મોસ્કોના શેરેમેત્યેવો એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કર્યા બાદ સળગી ઉઠતાં ઓછામાં ઓછા 41 જણનાં કરૂણ મરણ નિપજ્યા હતા. રશિયન બનાવટના સુખોઈ સુપરજેટ વિમાનમાં 78 જણ પ્રવાસ કરતા હતા.