એમ્સટરડેમમાં iPad બેટરી ફાટતાં એપલ સ્ટોર ખાલી કરાવાયો

0
583

એમ્સટરડેમ – નેધરલેન્ડ્સના આ પાટનગર શહેરમાં ગઈ કાલે એપલ કંપનીના એક સ્ટોરમાં iPadની બેટરી ફાટ્યા બાદ સ્ટોરને તરત જ ખાલી કરાવાયો હતો અને થોડોક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

iPadની બેટરી ફાટ્યા બાદ એપલ સ્ટોરના કર્મચારીઓએ તે આઈપેડને કબજામાં લીધું હતું અને એની ફાટી ગયેલી બેટરીને રેતી ભરેલા એક ડબ્બાની અંદર મૂકી દીધી હતી.

બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ત્રણ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.