ચીન-પાકિસ્તાને આપી સંયમ રાખવાની સલાહ, A-SETનો પ્રતાપ…

નવી દિલ્હી- ભારતે અંતરિક્ષમાં એન્ટી મિસાઈલની મદદથી એક લાઈવ સેટેલાઈટને તોડી પાડયો છે. A-SETએ 300 કિલોમીટર દૂર તેમનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ સાથે ભારત અંતરિક્ષ ક્ષમતા મામલે ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, રશિયા,ચીન અને હવે ભારત પણ આ યાદીમાં સામેલ થઈ ગયો છે. ભારતના A-SETના સફળ પરિક્ષણ પર પાકિસ્તાન અને ચીને પણ પ્રતિક્રિયા આપી છે. બંન્ને દેશોએ ઈશારમાં જ ભારતને કહ્યું છે કે, સ્પેસમાં એવું કોઈ પણ કામ ન થવું જોઈએ જેનાથી તેને ત્યાં સૈન્ય તાકાત વધારવાની તૈયારી શરુ કરવી પડે.

મિશન શક્તિના સફળ પરિક્ષણની ભારતમાં ખુશીની લહેર છે તો બીજી તરફ પાકિસ્તાને ઈશારમાં ભારત પર હુમલો કરી દીધો છે. પાકિસ્તાને કહ્યું છે કે, તે સ્પેસમાં હથિયારોના ઉપયોગનું બિલકુલ હિમયત નથી કરતું અને અંતરિક્ષનો ઉપયોગ માનવીય ભલાઈ માટે થવો જોઈએ ન કે સૈન્ય તાકત વધારવા માટે.

પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, પાકિસ્તાન બહારના સ્પેસમાં હથિયારોના પ્રતિબંધનું એક પ્રબળ સમર્થક છે. અંતરિક્ષ માનવોની અમુલ્ય વિરાસત છે, અને દરેક દેશની જવાબદારી છે કે, તે એવા કાર્યોથી દૂર રહે જેનાથી અંતરિક્ષમાં સેનાનો દબદબો વધે. અમારુ માનવું છે કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાયદાને ધ્યાનમાં રાખતા એ નક્કી કરવાની જરૂર છે કે, કોઈ પણ દેશ સામજિક-આર્થિક વિકાસ માટે સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ એવ રીતે ન કે જેનાથી કોઈની શાંતિનો ભંગ થાય.

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને તેમના નિવેદનના અંતે એમ પણ કહ્યું કે, કોઈ પણ દેશ સ્પેસની તેમની ક્ષમતા પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે, તેમાં ડોન કિવ્કસોટની ઝલક જોવા મળે છે, જેમણે પવન ચક્કીઓનો વિરોધ કર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયે એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરીક્ષણને લઈને પીટીઆઈના એક સવાલ પર લેખીત જવાબમાં કહ્યું કે, અમે સમાચાર જોયા અને આશા રાખીએ કે, દરેક દેશ અંતરિક્ષમાં શાંતિ જાળવી રાખશે. ચીને આ પ્રકારનું જ એક પરીક્ષણ જાન્યુઆરી 2007માં કર્યું હતું. જેમાં તેમના એક એન્ટી સેટેલાઈટ મિસાઈલે વેદર સેટેલાઈટને નષ્ટ કરી દીધું હતું.