નવેમ્બરમાં ફ્રાંસ-આર્જેન્ટિનાની યાત્રા કરશે ટ્રમ્પ, આસિયાનમાં સમિટમાં ભાગ નહી લે

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં ફ્રાંસ અને આર્જેન્ટીનાની યાત્રા કરશે. તો સિંગાપુરમાં થનારા આસિયાન સમ્મેલનમાં તેઓ ભાગ નહી લે. વ્હાઈટ હાઉસે આ મામલે જણાવ્યું કે ટ્રમ્પ પેરિસમાં પ્રથમ વિશ્વ યુદ્ધના વિરામના 100 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત 11 નવેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ બ્યૂનસ આયર્સ જવા રવાના થશે અને ત્યાં જી-20 સમીટમાં ઉપસ્થિત રહેશે.

વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું કે સિંગાપુરમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંઘ આશિયાન સમિટ તથા ઈસ્ટ એશિયા શિખર સમીટમાં ટ્રમ્પ ભાગ નહી લે. તેઓ પાપુઆ ન્યૂ ગિનીમાં થનારા એશિયા પ્રશાંત આર્થિક સહયોગની બેઠકોમાં પણ ભાગ નહી લે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સને આ સમિટમાં ભાગ લેવા જણાવ્યું છે.