દીવાલ મુદ્દે વાત કરતાં ટ્રમ્પે ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યાનો કર્યો ઉલ્લેખ

0
797

વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવાની પોતાની કાર્યવાહીને આગળ વધારતા ઓવલ ઓફિસ પરથી પ્રથમ વખત ટેલિવિઝનના માધ્યમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોંધનમાં તેમણે થોડા દિવસ અગાઉ કેલિફોર્નિયામાં થયેલા ભારતીય મુળના અમેરિકન પોલીસ અધિકારીની ગેરકાયદે પ્રવાસી દ્વારા કરવામાં આવેલી હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ દેશને સુરક્ષિત રાખવા માટે મેક્સિકોની સરહદ પર બનાવામાં આવનારી દિવાના ફંડ માટે 5.7 અબજ ડોલરની માગ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સરહદની સ્થિતિને વધતું જતું સંકટ ગણાવ્યું જે કરોડો અમેરિકનોને તકલીફ આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ક્રિસમસના એક દિવસ અગાઉ જ ભારતીય મૂળના 33 વર્ષૂય પોલીસ અધિકારી રોનિલ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અને તેમની હત્યા કરનાર આરોપી ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતો હતો, જે તેમના દેશ મેક્સિકોમાં પરત ફરવાની ફિરાકમાં હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંદેશમાં કહ્યું કે, ક્રિસમસના એક દિવસ પહેલા અમેરિકાનું દિલ તૂટી ગયું હતું, જ્યારે એક યુવા પોલીસ અધિકારીની કેલિફોર્નિયામાં એક ગેરકાયદે અમેરિકામાં રહેતા પ્રવાસી દ્વારા કઠોરતાથી હત્યા કરી દીધી હતી. હત્યારો સરહદ પારથી આવ્યો હતો. અમેરિકાના એક નાયકનો જીવ એવા વ્યક્તિએ લઈ લીધો જેને દેશમાં રહેવાનો કોઈ અધિકારી જ ન હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વાત પર ભાર મૂકતાં અન્ય આવી ઘટનાઓનો પણ ઉલ્લખ કર્યો હતો. જે ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા લોકો કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આપણી દક્ષિણી સરહદ પર માનવીય તેમજ સુરક્ષા સંકટ સતત વધી રહ્યું છે.

નોંધનીય છે કે, વ્હાઈટ હાઉસની વરિષ્ઠ સલાહકાર કેલ્યાન કોનવેએ કહ્યું કે, આ મામલે રાષ્ટ્રીય ઈમરજન્સીની લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.