અમેરિકા અને અફઘાની દળોના હાથે નાગરિકોના મોતનો આંકડો ચોંકાવનારો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર એક રિપોર્ટ અનુસાર પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે જ્યારે અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિક તાલિબાન અને અન્ય ચરમપંથી સમૂહોની જગ્યાએ અમેરિકા અને સરકાર સમર્થિત દળોના હાથે વધારે માર્યા ગયા છે.

આ હિંસક આંકડાઓ ત્યારે આવ્યા છે કે જ્યારે અમેરિકાએ તાલિબાન સાથે શાંતિ સમજૂતીની વાતને બળ આપવાની સાથે જ અફઘાનિસ્તાનમાં પોતાના હવાઈ અભિયાનને વધારી દીધું છે. વર્ષ 2001માં તાલિબાનને દૂર કરવામાં આવ્યા બાદથી હવે દેશના મોટાભાગના હિસ્સાઓ પર તેનું નિયંત્રણ છે અથવા તેનો પ્રભાવ અહીંયા જોવા મળે છે.

અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને પોતાના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં કહ્યું કે 2019ના શરુઆતી ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય અને સરકાર સમર્થિત દળ 205 સામાન્ય નાગરિકના મૃત્યુ માટે જવાબદાર હતાં, જ્યારે ચરમપંથી સમૂહોએ 227 લોકોના જીવ લીધા. યૂએનએએમએ એ જણાવ્યું કે આ પૈકી મોટાભાગના નાગરિકોના મૃત્યુ હવાઈ હુમલાઓ અથવા અમેરિકા સમર્થિત અફઘાન દળો દ્વારા જમીન પર ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનને લઈને થયા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ પૈકી કેટલાક બેધડક કરવામાં આવ્યા હોય તેવું પ્રતીત થાય છે. આમાં કહેવામાં આવ્યું કે યૂએનએએમએ દ્વારા અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળો અને આંતરરાષ્ટ્રીય સૈન્ય દળોથી નાગરિકોના મૃત્યુના આરોપોની તપાસ કરી, આ તપાસના પરિણામોને પ્રકાશિત કરવાની અપીલ કરી અને પીડિતોને યોગ્ય વળતર આપવા જણાવ્યું.