ન્યૂયોર્કના ગવર્નરને ટ્રમ્પની ધમકી: મારા વિરુદ્ધ ચૂંટણી લડશો તો ભોગવવું પડશે પરિણામ

0
881

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2020માં યોજાનારી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીને લઈને ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોને ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એન્ડ્ર્યૂ કુઓમોને જણાવ્યું છે કે, જો તેઓ વર્ષ 2020ની અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી લડશે તો તેમણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર જણાવ્યું હતું કે, કુઓમોએ તેમને ફોન કરીને વાયદો કર્યો હતો કે, તેઓ ટ્રમ્પ વિરદ્ધ ચૂંટણી લડશે નહીં. જોકે એન્ડ્ર્યૂ કુઓમોના કાર્યાલય તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રિપબ્લિકન પાર્ટીના સદસ્ય ક્લાઉડિયા ટેની માટે ભંડોળ એકઠું કરવા યુટીકામાં આયોજીત રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપરોક્ત નિવેદન આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની યુટીકાની આ પ્રથમ ટૂર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મને લાગે છે કે, એન્ડ્ર્યૂ કુઓમો ચૂંટણી લડવા ઈચ્છે છે. તો હાં, તમે એમ કરી શકો છો. પરંતુ એક વાત આપને જણાવી દઉં કે, જે કોઈ પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી લડશે તેણે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે’.