અમેરિકા રશિયા સાથેની પરમાણુ સંધિથી અલગ થયું, યુરોપને ખતરો…

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન રશિયા સાથે દશકો જૂની પરમાણુ હથિયાર સંધિને રશિયા અને ચીન સાથે મુકાબલો કરવા માટે હદથી વધારે બાધાઓ સ્વરુપે જોવે છે અને એટલા માટે આ સંધિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયને અમેરિકાની સંભવિત નવી મિસાઈલોની તહેનાતીને લઈને તેના સહયોગી દેશોથી સંવેદનશીલ વાર્તાનો રસ્તો તૈયાર કરી દીધો છે.

પોતાના નિર્ણયને સ્પષ્ટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો પર 1987ની ઈન્ટરમીડિયટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સીઝ સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. મોસ્કોએ આ ઉલ્લંઘનનો ઈનકાર કર્યો અને વોશિંગ્ટન પર વિવાદને સુલઝાવવા માટે તેના પ્રયાસોને રોકવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ અને કેટલાક હથિયાર નિયંત્રણ પક્ષકારોએ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતા આને હથિયારોની દોડ માટે રસ્તો ખોલનારુ ગણાવ્યું.

આર્મ્સ કંટ્રોલ એસોસિએશને કહ્યું કે અમેરિકાની સંધિ ખતમ કરવાની ધમકીથી રશિયા આનું અનુપાલન નહીં કરે અને આનાથી યુરોપ તેમજ તેની બહાર અમેરિકા અને રશિયા વચ્ચે ખતરનાક અને મોંઘી મિસાઈલોની નવી સ્પર્ધા શરુ થઈ શકે છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા પશ્ચિમ યુરોપ સુધી માર કરવામાં સક્ષમ રશિયાની પ્રતિબંધિત ક્રૂઝ મિસાઈલોની તેનાતીના વિકલ્પના જવાબમાં પોતાની સેનાને વિકસિત કરવા માટે આગળ વધશે.

ટ્રમ્પે કહ્યું કે અમે દુનિયામાં એકમાત્ર દેશ ન હોઈ શકીએ જે સંધિ અથવા અન્ય સંધિથી એકતરફે જોડાયેલા રહે. ચીને આ સંધિ બાદ પોતાની સેનાની તાકાતમાં વૃદ્ધિ કરી છે અને આ સંધિ અમેરિકાને બેજિંગમાં વિકસિત કરવામાં આવેલા કેટલાક હથિયારોના જવાબમાં શક્તિશાળી હથિયારોને તહેનાત કરવાથી અમેરિકાને રોકે છે.

રાષ્ટ્રપતિના નિવેદન બાદ વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે રશિયાને ઔપચારિક રીતે સૂચના આપી દેવામાં આવશે કે અમેરિકા સંધિથી દૂર થઈ રહ્યું છે અને જે 6 મહિનામાં પ્રભાવમાં આવી જશે. ત્યારે આ વચ્ચે અમેરિકા સંધી અંતર્ગત પોતાના દાયિત્વોને નિલંબિત કરવાનું શરુ કરશે. પોમ્પિઓએ કહ્યું કે જો આગામી છ મહિનામાં રશિયા ક્રૂઝ મિસાઈલોને નષ્ટ કરવાની અમેરિકાની માંગણીને માની લે તો સંધી બચાવી શકાય છે. નહી તો અમેરિકા દ્વારા સંધી રદ્દ કરી દેવામાં આવશે.