ટેક્નોલોજીની સ્માર્ટનેસે બચાવ્યો જીવ, એલેક્સાએ પોલિસ બોલાવી દીધી!

મેક્સિકોઃ ટેક્નોલોજીનો જેમ જેમ વ્યાપ વધી રહ્યો છે તેમતેમ તેના ફાયદા અને ગેરફાયદા પણ જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ ટેક્નોલોજીએ એક એવું ઉદાહરણ પુરું પાડ્યું છે.  એમેઝોન એલેક્સાએ એક બોયફ્રેન્ડને તેની હરકતના કારણે જેલ મોકલ્યો છે. આવું ત્યારે થયું જ્યારે 28 વર્ષીય એક મેક્સીકન છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે કોઇ ચર્ચાને

પ્રતીકાત્મક તસવીર

લઈને મારપીટ કરી રહ્યો હતો. એડ્યુઆરડો બેરોઝ નામનો છોકરો તેની ગર્લફ્રેન્ડના મોબાઇલ પર આવેલા અન્ય યુવકના મેસેજ વિશે સવાલજવાબ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન મહિલા પર દગો આપવાનો આરોપ મૂક્યો અને તેણીને મારવા લાગ્યો. આ સમય દરમિયાન છોકરીને ખૂબ જ દુઃખ થયું.

બેરોઝ બૂમો પાડીને છોકરીને અપશબ્દ કહી રહ્યો હતો, સાથે જ તેને વારંવાર તેના અન્ય સાથે સંબંધ હોવાના આરોપ લગાવી રહ્યો હતો. છોકરીના બોયફ્રેન્ડે એવી પણ ધમકી આપી હતી કે તે આ મારપીટ વિશે પોલીસને જાણ ન કરતી. તેણે છોકરીને પૂછ્યું, ‘શું તેને કોઇ અધિકારીને બોલાવ્યો?’

પોલીસે કહ્યું કે ઘર પર રાખવામાં આવેલા એલેક્સા ઉપકરણોએ તે કેસની ઓળખ કરી. ત્યારબાદ એલેક્સા વર્ચ્યુઅલ સહાયકે 911 (પોલીસ) પર ફોન કર્યો. મેસેજ પ્રાપ્ત થયા પછી પોલીસ પીડિતાને ઘરે પહોંચી. આરોપી તે સમયે યુવતી સાથે ઘર પર જ હતો. પોલીસે તે આરોપીની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો. બાદમાં પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

ગૂગલ સર્ચને પ્રોડક્ટ મેનેજર ડેવિસ મોન્સીઝએ કંપનીના બ્લૉગ પોસ્ટ દ્વારા સ્વીકાર્યું છે કે વિશ્વભરના ભાષા નિષ્ણાતો આ રેકોર્ડિંગ્સ સાંભળે છે. આ નિષ્ણાતો ભાષાઓ વિશે Google સર્ચની જાણકારી વધારવા માટે સ્પીચ ટ્કનોલોજીની મદદ કરે છે. સ્પીચ ટેકનોલોજી પર કામ કરનાર ગૂગલ આસિસ્ટન્ટ જેવા પ્રોડ્કટને બનાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.