સાઉદી અરબના તેલ ટેન્કરો પર હુમલો કર્યો કોણે, દુનિયાભરમાં તણાવ

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવની અસર આખી દુનિયા પર પડતી દેખાઈ રહી છે. સોમવારના રોજ સાઉદી અરબના તેલ ટેન્કરોને યૂએઈના સમુદ્રી તટ પાસે નિશાન બનાવવામાં આવ્યું. જો કે અત્યાર સુધી ન તો સાઉદી અરબ અને ન તો યૂએઈએ કોઈપણને જવાબદાર ઠેરવ્યાં છે. હોર્મૂઝ જલડમરુમધ્યના બહારના ભાગમાં સ્થિત ફુજૈરા પોર્ટ પર આ દુર્ઘટના ઘટી છે. ફુજૈરા પોર્ટ તેલની નિર્યાતના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે અને મોટાભાગે ખાડી દેશોનું તેલ નિર્યાત આ જ પોર્ટના રસ્તે જાય છે.


મહત્વપૂર્ણ વાત એ છે કે સાઉદી અરબ, ઈરાંક, યુએઈ, કુવૈત, કતર અને ચીનથી પણ વધારે તેલની નિર્યાત હોર્મૂજ જલડમરુમધ્યથી થાય છે અને આ આંકડો ઓછામાં ઓછો 15 મિલિયન બેરલ પ્રતિદિન છે. વિશ્વનો આશરે 30 ટકા સમુદ્રમાં પેદા થનારું તેલ આ જ રસ્તે થઈને ગુજરે છે. તેલ વિષ્લેષક ફર્મ વોરટેક્સા અનુસાર, 17.2 મિલિયન ક્રૂડ અને કાચું તેલ 2017માં આ જ રસ્તે નિર્યાત થયું હતું. હોર્મૂજ જલડમરુમધ્ય ઓપેક દેશો માટે એકમાત્ર રસ્તો છે કે જેના દ્વારા તે તેલ નિર્યાત કરી શકે છે.


આ જલમાર્ગના રસ્તે એલએનજી પણ પસાર થાય છે અને દુનિયાના સૌથી મોટા એલએનજી નિર્યાતક કતર પણ આ જ માર્ગનો પ્રયોગ કરે છે. કતર લાંબા સમયથી ભારતનું મોટું એલએનજી નિર્યાતક છે. સોમવારના રોજ થયેલા આ ઘટનાક્રમની અસર ભારતમાં પણ જોવા મળી અને તેલની કીંમતોમાં 1.78 ટકા સુધીની વૃદ્ધિ પણ જોવા મળી.

જો કે અત્યારસુધી એ ખ્યાલ નથી આવ્યો કે સાઉદીના તેલ ટેન્કરો પર કોણે હુમલો કર્યો, પરંતુ આમ છતા પણ આ ઘટના અત્યંત તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં થઈ છે, અમેરિકા અને ઈરાનના સંબંધ ગત વર્ષે અત્યંત ખરાબ થઈ ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાં પ્રશાસનમાં ઈરાન સાથે થયેલી ન્યૂક્લિયર ડીલને ખતમ કરી દીધી અને ઈરાન પર કઠોર પ્રતિબંધ ફરીથી લાગુ થઈ ગયો. ભારત અને ચીન જેવા દેશોને આપવામાં આવેલી છૂટ પણ ખતમ થઈ ગઈ અને આ તમામની અસર ઈરાનની અર્થવ્યવસ્થા પર ખરાબ રીતે પડી.