ભારત આવ્યાં 87 હજાર પાકિસ્તાની 23 લાખ બાંગ્લાદેશી, મોદી સરકારની ઉદારતા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં પાકિસ્તાનીઓને વિઝા આપવામાં દરિયાદિલી દેખાડી છે. બે વર્ષની અંદર 87,669  જેટલા પાકિસ્તાનીઓને સરકારે વિભિન્ન શ્રેણીઓમાં વિઝા આપ્યાં છે. તો રેડોર્ડરુપ 23 લાખથી વધારે બાંગ્લાદેશીઓને પણ સરકારે વિઝા આપ્યાં છે. સરકારે લોકસભામાં પૂછાયેલાં એક સવાલના જવાબમાં 2016 અને 2017માં પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને મળેલાં વિઝાના આંકડા જાહેર કર્યા છે.

સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2016માં સરકારે 52,525 પાકિસ્તાનીઓને વિઝા આપ્યાં છે, તો ગત વર્ષે આ સંખ્યા જરુર ઘટી. છતાં પણ આ વર્ષે 35 હજાર 144 જેટલાં પાકિસ્તાનીઓને વિઝા મળ્યાં. માનવામાં આવી રહ્યું છે કે ઉરી હુમલા બાદ ભારતે વિઝા આપવામાં ઓછો રસ દાખવ્યો એટલા માટે આંકડાઓ ઘટ્યાં. વર્ષ 2016માં જ્યાં 9,33695 બાંગ્લાદેશીઓને વિઝા મળ્યા, જ્યારે 2017માં તેમની સંખ્યામાં વધારો થયો. આ વર્ષે કુલ 13,70420 બાંગ્લાદેશીઓને વિઝા મળ્યાં. સાંસદ વિષ્ણુ દયાલ રામે ગૃહ પ્રધાને વર્ષ 2016 અને 2017ના સમયગાળા દરમિયાન પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને આપવામાં આવેલા વિઝાની સંખ્યા અને અવધિ સમાપ્ત થયા બાદ પોતાના દેશમાં પાછા જનારા નાગરિકોની સંખ્યાના આંકડાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. સાંસદે એ પણ પૂછ્યું હતું કે શું પાડોશી દેશોથી આવનારા વિદેશી નાગરિકો પોતાના વિઝાની વેલિડિટી પૂર્ણ થયા બાદ પણ ગેરકાયદે રહી રહ્યાં છે, તેની માહિતી મેળવવાની કોઈ વ્યવસ્થા નથી.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઈમીગ્રેશન વિઝા તેમજ વિદેશી નાગરિક રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગના સંબંધમાં મિશન બોર્ડ પરિયોજના ચલાવી રહી છે. આ પરિયોજના દ્વારા વીઝા આપવાની પ્રક્રિયા, તપાસ કેન્દ્રો પર ઈમિગ્રેશન પ્રક્રિયા, વિદેશી નાગરિક રજિસ્ટ્રેશન કાર્યાલય, હોટલો, શૈક્ષણિક સંસ્થાનો સહિતમાં વિદેશી નાગરિકોને રહેવા દરમિયાન આપવામાં આવેલી જાણકારીઓ આપીને આવા નાગરિકોના ટ્રેકિંગની સુવિધા છે. ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું કે નિર્ધારિત સમય સીમા બાદ પણ ભારતમાં રહેતાં વિદેશી નાગરિકો વિશે માહિતી મેળવવા માટે તપાસ એજન્સીઓ સતત કાર્યરત છે.