ત્રણ ખતરનાક જાનવરના વાડામાં પડી ગઈ 8 વર્ષની બાળકી અને પછી જે થયું તે…

શિચુઆનઃ ચીનની એક હચમચાવી દેનારી ઘટના છે. ચીનના ચેંગદૂ રિસર્ચ બેઝ ઓફ જાયન્ટ પાંડા બ્રિડિંગમાં એક 8 વર્ષની બાળકી જાયંટ પાંડાના વાડામાં પડી ગઈ. બાળકી જે સમયે વાડામાં પડી તે સમયે ત્યાં ત્રણ પાંડા ઉપસ્થિત હતા. સામાન્યરીતે એવું માનવામાં આવે છે કે પાંડા ક્યૂટ અને ગૈર-ખતરનાક જાનવર છે પરંતુ આ તેમની ગેરસમજ છે. હકીકતમાં પાંડા ઘણીવાર લોકો પર હુમલો કરી બેસે છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાળકીને બચાવવા માટે સિક્યોરિટી ગાર્ડને ખૂબ મહેનત કરવી પડી. બાળકી વાડામાં પડી ગયા બાદ સિક્યોરિટી ગાર્ડ ડંડાના સહારે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરી કર્યો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ત્યારે આ વચ્ચે બે જાયન્ટ પાંડા બાળકીની પાસે આવે છે અને લોકોના શ્વાસ થમી જાય છે. સિક્યોરિટી ગાર્ડે બીજીવાર પ્રયત્ન કર્યો અને બીજા લોકોની મદદથી બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. આ દરમીયાન ત્રીજું પાંડા પણ બાળકી પાસે આવી ગયું પરંતુ હજી તો આ પાંડા બાળકીને કંઈક હાની પહોંચાડે તે પહેલા બાળકીને બહાર કાઢી લેવામાં આવી.

આ જાંબાઝ સિક્યોરિટી ગાર્ડનું નામ ગુઈહુઆ છે જેની વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ વ્યક્તિની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ઘટના બાદ બાળકીને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાંથી તેને તરત જ ડીસ્ચાર્જ આપવામાં આવ્યું. શિચુઆન પ્રાંતમાં રિસર્ચ ફેસિલિટીએ વોર્નિંગ જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે પાંડા નમ્ર અને ગેર-ખતરનાક નથી હોતા. પાંડાની ઉંમર બે વર્ષ થયા બાદ તેની દેખરેખ કરનારા લોકો પણ ખૂબ સાવધાની રાખતા હોય છે. આ પાંડા માણસો માટે જાનલેવા પણ હોઈ શકે છે અને એટલા માટે તેમનાથી દૂર રહેવું.