ભારતીય IT કંપનીઓને H1B વિઝાની મંજૂરીઓમાં 43 ટકાનો ઘટાડોઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ ભારતની ટોપ 7 આઈટી કંપનીઓને 2015ની તુલનામાં 2017મમાં H1B વિઝા ઓછા મળ્યાં છે. આ દરમિયાન વિઝા મંજૂરીઓમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાની એક સંસ્થાએ આ મામલે જણાવ્યું કે ભારતીય કંપનીઓને વિઝા મળવાની સંખ્યામાં ઘટાડો થવો તે ક્લાઉડ કંમ્યૂટિંગ અને આર્ટિફિશિયલ ઈંટેલિજંસ હોઈ શકે છે. વોશિંગ્ટનની એક સંસ્થા નેશનલ ફાઉંડેશન ઓફ અમેરિકન પોલિસીના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2017માં ભારતીય કંપનીઓને 8,468 નવા H1B વિઝા આપવામાં આવ્યા છે જે અમેરિકાના 16 કરોડના શ્રમબળના માત્ર 0.006 ટકા છે.

ભારતની ટોપ 7 કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2017માં 8,468 નવા H1B વ્ઝાની અરજીઓને મંજૂરી આપવામાં આવી કે જે 2015માં મળેલી મંજૂરીઓની તુલનામાં 43 ટકા ઓછી છે. 2015માં ભારતીય કંપનીઓની 14,792 વિઝા અરજીઓને મંજૂરી મળી હતી. યૂએસ સિટિઝનશિપ એંડ ઈમિગ્રેશન સર્વિસીઝ પાસેથી પ્રાપ્ત આંકડાઓના આધાર પર ફાઉંડેશને જણાવ્યું કે ટીસીએસને 2017માં 2,312 H1B વિઝા પ્રાપ્ત થયા હતા જ્યારે 2015માં તેને 4,674 વિઝા મળ્યા હતા. તેની વિઝા મંજૂરીઓમાં 51 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ સમયગાળામાં ઈન્ફોસિસને 1,218 વિઝા પ્રાપ્ત થયા હતા જ્યારે 2015માં તેને 2,830 જેટલા વિઝા પ્રાપ્ત થયા હતા. વિપ્રોને 2017માં 1,210 H1B વિઝા પ્રાપ્ત થયા હતા જ્યારે આના મુકાબલે 2015માં તેને 3,079 વિઝા પ્રાપ્ત થયા હતા. ફાઉંડેશને પોતાના વિશ્લેષણમાં જણાવ્યું કે H1B વીઝામાં ઉણપના કારણે કંપનીઓના ક્લાઉડ કંપ્યુટિંગ અને AI જેવી ડિજિટલ સેવાઓ તરફનું વલણ છે જેમાં ઓછા લોકોની આવશ્યકતા હોય છે.