લગ્ન દ્વારા વિઝાના ફ્રોડ કેસમાં 10 ભારતીય સહિત 24ની ધરપકડ

બેંગકોંગઃ થાઈલેન્ડમાં પોતાના કથિત જીવનસાથીના વિઝા વધારવાના લક્ષ્યથી ખોટા લગ્નો કરાવવાના આરોપમાં દસ ભારતીય વ્યક્તિઓ અને 24 થાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છ થાઈ મહિલાઓ ફરાર થઈ ગઈ છે.

ત્યાંના સ્થાનિક સમાચારપત્ર અનુસાર આ ધરપકડ દેશમાં ખોટી રહીતે રહેતા વિદેશીઓ પર ઈમિગ્રેશન પોલીસ બ્યૂરો દ્વારા શરુ કરવામાં આવેલી કાર્યવાહીનો ભાગ છે. પોલિસે કહ્યું છે કે આ શંકાસ્પદ તે 30 ભારતીય વ્યક્તિઓ અને 30 થાઈ મહિલાઓમાંથી છે કે જેમના વિરુદ્ધ કોર્ટે સરકારી દસ્તાવેજોમાં ફ્રોડ કરવા, સરકારી અધિકારીઓ સમક્ષ ખોટા દસ્તાવેજ રજૂ કરવા અને ખોટી સૂચના આપવાને લઈને એરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ લોકોના આમ કરવાથી અન્યને નુકસાન થઈ શકે છે. બેંગકોંગના ઈમિગ્રેશન પોલીસ બ્યૂરોએ 30 પુરુષો અને 30 મહિલાઓ વચ્ચે ખોટા લગ્નો થયા હોવાની માહિતી મેળવી હતી. આ લગ્નોના સંદર્ભમાં પુરુષોના વિઝા વધારવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિ ઈનલિગલ મનીલેન્ડર્સ, કપડા, અને ઈલેકટ્રિકલ ઉપકરણો જેવી હપ્તા પર મેળવી શકાતી વસ્તુઓના સેલ્સમેન તરીકે રહેવા લાગ્યા. પોલીસ અનુસાર 30 મહિલાઓ કથિત રુપે આ મિલીભગતમાં શામેલ હતા.