મહિલાકર્મીઓ માટે અમદાવાદ રેલવેએ યોજ્યો સ્પેશિયલ પ્રવાસ કાર્યક્રમ

અમદાવાદ- વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન અમદાવાદ વિભાગ દ્વારા રેલવેમાં કાર્યરત મહિલાઓ માટે એકદિવસીય અંબાજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેમાં કાર્યરત મહિલાઓને અંબાજી દર્શન તેમજ અન્ય રમણીય સ્થળોની મુલાકાતની સાથે સાથે મહિલા પ્રશિક્ષણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ ડિવીઝનમાં કાર્યરત 80 મહિલા રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન યૂનિયન દ્વારા મહિલાઓની અવેરનેસ માટે રેલ્વેમાં WREUનું યોગદાન… વિષય પર કેમ્પમાં હાજર મહિલા દ્વારા એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કિરણ વર્મા, સંગીતા માલી, નેહા દ્વિવેદી, પ્રિયા રાની, રીના, અનિતા યાદવ, મજૂરાનીએ તેમના વિચારો રજૂ કર્યા હતાં.વિચાર સંગોષ્ઠી બાદ તમામ મહિલા કર્મચારીઓને રોપવે દ્વારા ગબ્બર પર્વતની સફર પણ કરાવવામાં આવી હતી. જ્યાં ગબ્બર પર્વત પર મહિલાઓએ ગુજરાતના જાણીતા લોક નૃત્ય ગરબા પ્રસ્તુત કર્યા હતાં. આ મુસાફરી દરમિયાન, તમામ મહિલા રેલવે કર્મચારીઓએ અન્તાક્ષરી, ટેલેન્ટ હન્ટ વગેરે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.