શનિવારે સાસણમાં ઉજવાશે રાષ્ટ્રકક્ષાનો વિશ્વ વન્ય દિવસ

0
1884

ગાંધીનગર-ગુજરાતના પ્રસિદ્ધ વન અભયારણ્ય સાસણગીરમાં રાષ્ટ્રકક્ષાનો વિશ્વ વન્ય દિવસ ઉજવાશે. સીએમ વિજય રુપાણી3 માર્ચે સવારે સાસણગીરમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવશે જેમાં કેન્દ્રીય વન પર્યાવરણપ્રધાન ડૉ. હર્ષવર્ધન ઉપસ્થિતિ રહેશે.ખાસિયત…

  • દેશના કુલ વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર ૪ ટકાથી બે ગણો વિસ્તાર ૮-૮ ટકા વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર ગુજરાત ધરાવે છે
  • દુર્લભ પ્રાણી સંરક્ષણ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં ૧૭,૩૩૦ ચો. કિ.મી. વિસ્તારમાં ૪ રાષ્ટ્રીય ઊદ્યાનો-ર૩ અભયારણ્યો-૧ કન્ઝર્વેશન રીઝર્વ ગુજરાતમાં છે
  • પ૧૩ પ્રજાતિના પક્ષીઓ-૧૧૪ જાતિના સરિસૃપો-૭ હજારથી વધુ કિટક અને મૃદુકાય જીવોના જતન-સંવર્ધન-સંરક્ષણ માટે વન વિભાગ કાર્યરત

વિશ્વ વન્ય દિવસની ઉજવણીમાં વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે વિશ્વ આખું મનાવે છે. સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં ર૦ ડિસેમ્બર ર૦૧૩ના રોજ ઠરાવ કરીને વિશ્વમાં આ ઉજવણી કરવાનું શરૂ થયું છે.

આ વર્ષના વિશ્વ વન્યજીવ દિવસની થીમ Big Cats : Predators under threat એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળની રાખવામાં આવી છે.

પૃથ્વી ઉપરના અદભૂત એવા વન્યજીવો ચિત્તા, કલાઉડેડ લેપર્ડ, દિપડો, સિંહ, વાઘ વગેરે આજે માનવ-વન્યજીવ સંઘર્ષ અથવા ગ્લોબલ વોર્મિંગ જેવી પ્રવૃતિઓથી જીવન સંઘર્ષના આરે ઉભેલા છે. વિનાશના આરે ઉભેલા આ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા અને પડકારોનો ઉકેલ લાવવા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વ્યક્તિગત ધોરણે સઘન પ્રયાસો માટે વિચારમંથન સાસણગીરમાં યોજાનાર ઉજવણી કરાશે.

 

આ ઉજવણીના ઉપલક્ષમાં વાત કરીએ તો ગુજરાતમાં  સિંહ, દીપડા, રીંછ, ઘુડખર, કાળીયાર, મગર જેવા વન્યજીવોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પ૧૩ પ્રજાતિઓના પક્ષીઓ, ૧૧૪ પ્રજાતિઓના સરીસૃપો અને ઉભયજીવી જાતો, ૧૧૧ પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને ૭૦૦૦થી વધારે પ્રજાતિઓના કીટકો અને મૃદુકાય જીવો જોવા મળે છે. આ જીવોના જતન-સંવર્ધન અને સંરક્ષણ સાથે મોટા શિકારી વન્યજીવોના સંવર્ધન સંરક્ષણ માટેના ઉપાયો અને જાગૃતિ કેળવણી આગામી વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણીમાં કેન્દ્રસ્થાને રહેશે.