વાયબ્રન્ટ ગુજરાત: આ ઉદ્યોગ માંધાતાઓ ગુજરાતમાં કરશે કરોડોનું રોકાણ

અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો આજે પ્રારંભ થઈ ગયો છે. સમિટમાં 15 પાર્ટનર દેશો સહિત 26 હજાર કંપનીઓએ ભાગ લીધો છે. અહીં ઉદ્યોગ જગતના માંધાતાઓનો મેળાવડો જામ્યો છે. ગ્લોબલ સમિટમાં ગુજરાતના ઉદ્યોગકારોએ આગામી વર્ષોમાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

અદાણી ગ્રુપ કરેશે 55 હજાર કરોડનું રોકાણ

ગ્લોબલ સમિટને સંબોધન કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો 1 ગીગાવોટનો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. અદાણી મુન્દ્રામાં 1 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે, ફોટોવોલ્ટેક અને લીથેઅમ બેટેરી પ્લાન્ટનું વિસ્તરણ કરશે.

રીલાયન્સ ગ્રુપ 10 વર્ષમાં બમણું રોકાણ કરશે

રીલાયન્સ જૂથના ચેરમેન મીકેશ અંબાણીએ ગ્લોબલ સમિટને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાત રિલાયન્સની જન્મભૂમી અને કર્મભૂમી છે. રિલાયન્સ ગુજરાતમાં આગામી 10 વર્ષમાં બમણું રોકાણ કરશે. આ ઉપરાંત મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓ નેટવર્ક 5જી સર્વિસ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

બિરલા ગ્રુપ કરશે કેમિકલ અને માઈનિંગ ક્ષેત્રે રોકાણ

વાયબ્રન્ટ ગુજરાત 2019માં કુમાર મંગલમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી ત્રણ વર્ષમાં કરશે 10 હજાર કરોડનું રોકાણ, કેમિકલ અને માઈનિંગ ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવશે.

આદિત્ય બિરલા ગ્રૂપ ગુજરાતમાં આગામી 3 વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનીજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં 15 હજાર કરોડનું રોકાણ કરશે. આ પહેલા ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ જાહેરાત કરી હતી કે, ટોરેન્ટ ગ્રૂપ રિન્યૂએબલ એનર્જી અને ગેસ વિતરણમાં 30 હજાર કરોડ રોકશે.

ટાટા ગ્રૂપે સોડા એશ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગ્લોબલ સમિટમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ શરૂ કરાયા છે .

સુઝૂકી મોટર્સનો બીજો પ્લાન્ટ ટૂંકમાં, 2020માં ત્રીજો એસેમ્બલી પ્લાન્ટ કાર્યરત થશે, સાડા સાત લાખ યુનિટ ઉત્પાદન થશે, એન્જિન પ્લાન્ટ ટૂંકમાં ઉત્પાદન શરૂ કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયાં છે. ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું.