સ્ટાર્ટઅપ કેમ નિષ્ફળ જાય છે, ઉકેલ અને પડકાર શોધવાની મથામણ કરાઈ

અમદાવાદ: ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગનુ સંવર્ધન કરતા સમુદાયને એક જ મંચ પર લાવી જીવીએફએલ અને ટાઈ, ગુજરાત સરકારના સહયોગથી ભારતના તેજસ્વી ઉદ્યોગસાહસિકો, ચેન્જ મેકર્સ અને નિષ્ણાતો માટે ‘ વેન્ચર લીપ’ નામની એક કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં નવા ઉદ્યોગસાહસિક આઈડીયાઝ, મૂડીરોકાણ અને ફંડીંગ જેવા વિષયો ઉપર પ્રેરણાદાયી ચર્ચા થઈ હતી.

એક દિવસના આ સમારંભમાં સ્ટાર્ટ-અપના વિષયની આસપાસ વિવિધ સેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ લોકો સામેલ થયા. આ ઉપરાંત  તેમાં કાળજીથી તૈયાર કરાયેલા સ્ટાર્ટ-અપપીચીસ (startup pitches) ની ભારતભરની 15થી વધુ મૂડીરોકાણ સંસ્થાઓની હાજરીમાં ચર્ચા પણ કરવામાં આવી.

આ સમારંભમાં ‘ઉભરતાં સ્ટાર્ટ-અપ સીડીઝ માટે વેન્ચર ફંડીંગ-પડકારો અને તકો ‘, ‘સ્ટાર્ટ-અપ્સ શા માટે નિષ્ફળ જાય છે તે અંગે વેન્ચર કેપિટલ્સનો દૃષ્ટિકોણ- ઉદ્યોગ સાહસિક  માટે સમજવા જેવા મુદ્દા’, ‘વેન્ચર કેપિટલ સાથે ઉદ્યોગસાહસિક મજલ -વિવિધ મોડલ મારફતે વિસ્તરણ’ અને ‘વેલી ઓફ ડેથ અને એન્જલ્સનુ પીઠબળ’ વગેરે સહિતના વિષયો પર પેનલ ચર્ચા થઈ હતી.