‘વાયુ’ વાવાઝોડાની સોશિઅલ મીડિયામાં રમૂજની છોળો ઉડી!

0
1515

અમદાવાદ– ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાનું દેખીતું સંકટ ટળ્યું છે. પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતવાસીઓનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આવા ટેન્શન વચ્ચે પણ લોકોએ ‘વાયુ’ વાવાઝોડાને લઇ રમૂજ કરીને પળને હળવી કરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ વ્હોટસઅપમાં વાયુ વાવાઝોડાને પત્ની અને કોંગ્રેસ સાથે સરખાવીને પોતાની ક્રિએટિવિટીના ઉત્તમ નમૂના રજૂ કર્યા હતા. વાયુએ સોશિઅલ મીડિયામાં ભારે રમૂજ ફેલાવી હતી, અને લોકોએ વ્હોટસઅપ અને ફેસબૂકમાં આવી રમૂજની ખૂબ મઝા લીધી હતી.

સોશિઅલ મીડિયામાં છેલ્લા બે દિવસથી ‘વાયુ’ વાવાઝોડાને લઈને રમૂજ જોવા મળી રહી છે અને આ વાયુ નામ જ્યારથી લોકોએ સાંભળ્યું ત્યારથી કોઈ વાયુને પત્ની સાથે સરખાવ્યું છે તો કોઈ વાયુને દૂર કરવા કાયમ ચૂર્ણનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. તો કોઈ પોલિટિકલ એન્ગલથી જોઈને તેની રાજકીય પક્ષ સાથે સરખાવીને ટેન્શનવાળી પળને હળવી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

 

 

દીવથી પેગ મારીને સૌરાષ્ટ્રમાં આવે છે(વાયુ)

કઈ બ્રાન્ડનો પીધો એનાં પર તીવ્રતાનો આધાર રહેશે, 

જો દેશી પીધો હશે તો ધમરોળી નાખશે

 

  • *”મેરે રશ્કે કમર”* રોજ સવારે ગીત વગાડવાવાળા અમારા પડોશી આજે સવારથી  *”ઇતની શક્તિ હમેં દેના દાતા”* પ્રાર્થના જોરથી વગાડતા હતા… એટલે અમે સમજી ગયા કે વેકેશન પૂરું કરી ભાભી આવી ગયા લાગે છે
  • ભગવાનને પ્રાર્થના… હે ભગવાન  વાવાઝોડું “કોંગ્રેસ” જેવું થઈ જાય… “આવે છે- આવે છે” સંભળાય ખરું પણ આવે જ નહીં…
  • વાવાઝોડુ Live જોવા માટે તમારી પત્નીને વિડિઓ કોલ કરો
  • વાંઢા જ વાવઝોડાથી ડરે, પરણેલા સાથે લઈ ફરે *વાયુ* નામના વાવાઝોડાથી બીક નથી સાહેબ પણ…આ *બાયુ* નામનું વાવાઝોડું હેરાન કરે
  • શેઠ બ્રધર્સવાળા 400-500 કિલો “કાયમચૂર્ણ” દરિયામાં નાખી દયે તો “વાયુ” ઓછો નો થઈ જાય ?? 
  • સોડા તૈયાર રાખજો, કદાચ વાવાઝોડામાં એકાદ પેટી દિવથી ઉડીને સીધી તમારા ફળિયામાં પડે.
  • કેલેન્ડરમાં ભીમ અગિયારસની રજા જાહેર ન થતા ભીમ ગુસ્સે… વાવાઝોડા સ્વરૂપે રજા જાહેર કરાવી.. જય ભીમ

 

તમે પણ મઝા લીધી ને!